અપોલો હોસ્પિટલ અને તમિલનાડુના સચિવ પર લાગ્યો જયલલિતાના મોતના ષડયંત્રનો આરોપ

સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલે એવો પણ આરોપ લગાવ્યો છે કે 2016માં જયલલિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે તાત્કાલીન મુખ્ય સચિવ પી રામ મોહન રાવે જાણી જોઇને ખોટા પુરાવા આપ્યા હતા.

અપોલો હોસ્પિટલ અને તમિલનાડુના સચિવ પર લાગ્યો જયલલિતાના મોતના ષડયંત્રનો આરોપ

ચેન્નાઇ: પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના મોતની તપાસ કરી રહેલા તપાસ કમિશનના વકીલે એક અરજીમાં આરોપ લગાવ્યો છે કે તમિલનાડુના આરોગ્ય સચિવ રાધાક્રિષ્નનને અપોલો હોસ્પિટલની સાથે સાઠગાંઠ અને ષડયંત્ર કર્યું તથા તેમનો અયોગ્ય ઉપચાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ આ જાણાકરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલે એવો પણ આરોપ લગાવ્યો છે કે 2016માં જયલલિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે તાત્કાલીન મુખ્ય સચિવ પી રામ મોહન રાવે જાણી જોઇને ખોટા પુરાવા આપ્યા હતા.

આ આરોપોનું આરોગ્ય સચિવ અને હોસ્પિટલ બંનેએ ખંડન કર્યું છે. જ્યારે પૂર્વ મુખ્ય સચિવે કહ્યું કે તેઓ આ અરજી વિશે જાણતા નથી. ન્યાયમૂર્તિ એ. અરુમુગસ્વામીના સ્થાયી વકીલ મોહમ્મદ જાફરૂલ્લાહ ખાનએ માંગ કરી છે કે રાધાક્રિષ્નન અને રાવની પેનલ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રતિવાદી તરીકે મુકદ્દમો ચલાવવામાં આવે. વકીલની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોગ્ય સચિવની પેનલની સામે વિરોધાભાસી નિવેદન આપ્યું અને તેઓ જયલલિતાને સારવાર માટે વિદેશ લઇ જવાના વિરૂદ્ધમાં હતા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેથી, તે સ્પષ્ટ છે કે આરોગ્ય સચિવની જુબાની ફક્ત વિરોધાભાસી નહતી પરંતુ તેઓ સ્વ. મુખ્યમંત્રીના અયોગ્ય ઉપચારના સંબંધમાં આરોગ્ય સચિવ અને અપોલો હોસ્પિટલની વચ્ચે સાઠગાંઠના પણ સંકેત આપે છે. ત્યારે અપોલો હોસ્પિટલના પ્રવક્તાની જેમ બોલે છે જે સ્વ. મુખ્યમંત્રીના ઉપચારના સંદર્ભમાં મિલીભગત તેમજ નિષ્ક્રિયતાનો પરિચય છે. 

રાધાક્રિષ્નને તેને નકામો અને અપમાનજનક ગણાવ્યો છે. અપોલો હોસ્પિટલે પણ નિવેદન આપતા આરોપોનું ખંડન કર્યું છે. હોસ્પિટલે નિવેનદમાં જણાવ્યું કે, ‘તે આશ્ચર્યજનક છે કે કમિશન પોતે જ અન્ય પક્ષોની સામે અરજી દાખલ કરી રહ્યું છે. રાવે કહ્યું કે, હું શહેરથી બહાર છું અને મને તેની કોઇ જાણકારી નથી. જયલલીતાની પાંચ ડિસેમ્બર 2016માં મોત થયું હતું. આવતા વર્ષે અન્નાદ્રમુખ સરકારે તેમની મોતના સંબંધમાં આરોપ અને સંદેહ આવ્યા બાદ તપાસ કમિશનની રચના કરવામાં આવી હતી.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news