Video: ભારતીય સેનાએ વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકતનો કર્યો પર્દાફાશ
ભારતીય સેનાએ (Indian Army) વધુ એકવાર પાકિસ્તાનની (Pakistan) નાપાક હરકતનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) એલઓસી (LoC) સાથે જોડાયેલા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી બેટ (BAT) ઘૂસણખોરીનો હિન પ્રયાસ કરાયો હતો. જોકે ભારતીય સેના દ્વારા આ પ્રયાસનો પર્દાફાશ કરાયો છે અને વધુ એકવાર પાકિસ્તાનના નાપાક કાર્યને વિશ્વ સામે ખુલ્લુ પાડ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : ભારતીય સેનાએ (Indian Army) વધુ એકવાર પાકિસ્તાનની (Pakistan) નાપાક હરકતનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) એલઓસી (LoC) સાથે જોડાયેલા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી બેટ (BAT) ઘૂસણખોરીનો હિન પ્રયાસ કરાયો હતો. જોકે ભારતીય સેના દ્વારા આ પ્રયાસનો પર્દાફાશ કરાયો છે અને વધુ એકવાર પાકિસ્તાનના નાપાક કાર્યને વિશ્વ સામે ખુલ્લુ પાડ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી અકળાયેલા પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર ઘાટી વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાશ્મીરમાં માહોલ ખરાબ કરવાના ષડયંત્રમાં જોતરાયેલા પાકિસ્તાનની વધુ એક પોલ ખોલતો વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેનાના સુત્રો દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, કેવી રીતે પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનો BAT (Border Action Team) કેવી રીતે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાનના બેટ ઘૂસણખોરો 12-13 સપ્ટેમ્બરની રીતે એલઓસી પર હાજીપુર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા બળોએ પાકિસ્તાની ઘૂસણખોરો પર ફાયરિંગ કર્યું અને એમનો ખાતમો કર્યો હતો. અહીં નોંધનિય છે કે, કાશ્મીરમાં સતત આતંકી ઘૂસણખોરીના પ્રયાસમાં લાગેલ પાકિસ્તાન દ્વારા ઓગસ્ટ મહિનામાં કરાયેલ ઘૂસણખોરીના 15 જેટલા પ્રયાસ ભારતીય સુરક્ષા બળો દ્વારા નાકામ કરવામાં આવ્યા છે.
#WATCH Army sources: Infiltration or attempted BAT(Border Action Team) action by Pakistan on 12-13 Sept 2019, was seen&eliminated. In video, Indian troops can be seen launching grenades at Pak's SSG(Special Service Group) commandos/terrorists using Under Barrel Grenade Launchers. pic.twitter.com/KOnYJPWyV8
— ANI (@ANI) September 18, 2019
સેનાના સૂત્રો દ્વારા વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કઇ રીતે પાકિસ્તાનની ઘુસણખોર ભારતીય બોર્ડરમાં દાખલ થવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. નાઇટ વિઝન કેમેરામાં આ તસવીરોમાં ઘુસણખોરો સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. ભારતીય સેના દ્વારા આ ધુષણખોરો પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાંડો અને આતંકવાદીઓના આ ગ્રુપની પાસે અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર હતું.
તમને જણાવી દઇએ કે, આ પહેલા પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં ગત 10-11 સપ્ટેમ્બરના કરવામાં આવેલ સીઝફાયર ઉલ્લંઘનને તે ભારતીય સેનાની તરફથી સણસણતો જવાબ મળ્યો હતો. ભારતે પાકિસ્તાની સેનાના 2 સૈનિકોને ઠાર માર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાને અહીં હાર માનવી પડી અને તેઓ ભારતીય સેનાને સફેડ ઝંડો દેખાડી તેમના સૈનિકોના મૃતદેહને લઇ ગયા હતા.
#WATCH Hajipur Sector: Indian Army killed two Pakistani soldiers in retaliation to unprovoked ceasefire violation by Pakistan. Pakistani soldiers retrieved the bodies of their killed personnel after showing white flag. (10.9.19/11.9.19) pic.twitter.com/1AOnGalNkO
— ANI (@ANI) September 14, 2019
પ્રાપ્ત જાણાકારી અનુસાર, કાશ્મીર હાજીપુર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ 10 અને 11 સપ્ટેમ્બરના ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ ભારતીય સેનાની તરફથી તેનો વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ તેમની જવાબી કાર્યવાહીમાં બોર્ડર પારથી ગોળીબાર કરી રહેલા બે પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા.
ત્યારબાદ પાકિસ્તાની સેનાના હોશ ઉડી ગયા અને તેઓ તેમના સૈનિકોના મૃતદેહને પરત લઇ જવાનો પ્રયાસ કરવા લગ્યા હતા. પરંતુ ભારતીય સેના તરફથી કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીના કારણે તેઓ એલઓસી પાસે તેમના સૈનિકોના મૃતદેહ લઇ જવાની હિંમત કરી રહ્યાં ન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે