Jammu-Kashmir: PM Modi સાથેની સર્વપક્ષીય બેઠકમાં મહેબૂબા મુફ્તી સામેલ નહીં થાય 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તી 24 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે નહીં.

Jammu-Kashmir: PM Modi સાથેની સર્વપક્ષીય બેઠકમાં મહેબૂબા મુફ્તી સામેલ નહીં થાય 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તી 24 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે નહીં. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી અને પરિસીમનને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. 

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે કાશ્મીર મુદ્દે ચર્ચા માટે 24 જૂનના રોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં તમામ પાર્ટીઓને આમંત્રણ અપાયું છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તી સૈય્યદ સુહૈલ બુખારીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની તમામ પાર્ટીઓની બેઠક અગાઉ આજે પીડીપીની બેઠક થઈ. પાર્ટીના તમામ સભ્યોએ મળીને નિર્ણય લીધો છે કે મહેબૂબા મુફ્તી પીએમ મોદી સાથે બેઠકમાં સામેલ થશે નહીં. 

— ANI (@ANI) June 20, 2021

તેમણે વધુમાં કહ્યું કે બે દિવસની અંદર ગુપકાર ગઠબંધનના નેતાઓની પણ બેઠક થશે. આ બેઠકમાં પણ આ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news