પુલવામા એન્કાઉન્ટર: જૈશ કમાન્ડર અબ્દુલ સહિતના આતંકીઓ ઠાર, સેનાએ બિલ્ડિંગમાં કર્યો બ્લાસ્ટ

પુલવામાના પિંગલીના વિસ્તારમાં ચાલી રહેલું એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી અબ્દૂલ ગાઝી અને તેના સાથી આતંકી મોહમ્મદ ઇસ્માઇલ પણ માર્યો ગયો છે.

પુલવામા એન્કાઉન્ટર: જૈશ કમાન્ડર અબ્દુલ સહિતના આતંકીઓ ઠાર, સેનાએ બિલ્ડિંગમાં કર્યો બ્લાસ્ટ

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની સાથે થયેલા એન્કાઉન્ટરમાં સેના અને સુરક્ષા દળોએ તે બિલ્ડિંગમાં બ્લાસ્ટ કર્યો છે જેમાં આ આતંકવાદીઓ છૂપાયા હતા. પાછલા કેટલાક કલાકોથી પુલવામાના પિંગલીના વિસ્તારમાં આતંકવાદીઓની સાથે સુરક્ષા દળનું એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. જેમાં એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પુલવામાના પિંગલીના વિસ્તારમાં ચાલી રહેલું એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી અબ્દૂલ ગાઝી અને તેના સાથી આતંકી મોહમ્મદ ઇસ્માઇલ પણ માર્યો ગયો છે. જોકે હજુ તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. આ ઓપરેશનને સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મૂ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની 182/183 બટાલિયનની જોઇન્ટ ટીમે અંજામ આપ્યો છે. ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.

— ANI (@ANI) February 18, 2019

જે જગ્યા પર આજે એન્કાઉન્ટર થયું તે સીઆરપીએફ પર થયેલા હુમલાના સ્થળથી 10થી 13 કિલોમીટર દૂર છે. પિંગલીના વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળ દ્વારા પોતાને ઘેરાયલા જોઇ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ સામે જવાબ આપતા સુરક્ષા દળના જવાનોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં એક મેજર, એક હેડ કોન્સ્ટેબલ અને બે સૈનિકો શહીદ થયા હોવાના સમાચાર મળ્યા છે.

શહીદ થયેલા જવાનોમાં મેજર ડીએસ ડોંડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સૈનિક અજય કુમાર અને સૈનિક હરી સિંહ છે. ત્યારે આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થેયલા સૈનાના જવાન સૈનિક ગુલઝાર મોહમ્મદને શ્રીનગરની બદામીબાગ વિસ્તાર સ્થિત સેનાની 92 બેઝ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ત્યારે સેનાના વધુ એક જવાનના ઘાયલ થવાના સમાચાર મળ્યા છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પુલવામામાં સીઆરપીએફના જવાનો પર હુમલો કરનાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છુપાયેલા છે. આતંવાદીઓની છૂપાયા હોવાની સુચના બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ આતંકવાદીઓએ ભારતીય સૈનિકોની જાણ થતા સુરક્ષા દળ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. ભારતીય સુરક્ષા દળને પણ જવાબી કાર્યવાહી કરતા આતંકવાદીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધુ છે. જણાવી દઇએ કે, 14મી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો.

આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય જવાનો ગંભરી રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે અને પૂરા દેશમાંથી આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે કોઇપણ પ્રકારે આ હુમલાના જવાબાદોને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળોને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છુટ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news