કેબિનેટ બેઠક અગાઉ પીએમ મોદીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં અમિત શાહ
આજે સવારે સાડા નવ વાગ્યે પીએમ મોદીના નિવાસ સ્થાને કેબિનેટ બેઠકનું આયોજન થયેલું છે. આ બેઠક અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા છે. અગાઉ સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સવારે અમિત શાહની કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠક વડાપ્રધાન નિવાસ સ્થાને(7 લોક કલ્યાણ માર્ગ) પર સવારે 9.30 કલાકે શરૂ થશે. એવી અટકળો છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના હાલા, આર્ટિકલ 35એ અને કલમ 370 ઉપર ચર્ચા થઈ શકે છે. આ બાજુ રાજ્યના તણાવપૂર્ણ હાલાત જોતા જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે ઈમરજન્સી બેઠક પણ યોજી.
Trending Photos
નવી દિલ્હી: આજે સવારે સાડા નવ વાગ્યે પીએમ મોદીના નિવાસ સ્થાને કેબિનેટ બેઠકનું આયોજન થયેલું છે. આ બેઠક અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા છે. અગાઉ સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સવારે અમિત શાહની કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠક વડાપ્રધાન નિવાસ સ્થાને(7 લોક કલ્યાણ માર્ગ) પર સવારે 9.30 કલાકે શરૂ થશે. એવી અટકળો છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના હાલા, આર્ટિકલ 35એ અને કલમ 370 ઉપર ચર્ચા થઈ શકે છે. આ બાજુ રાજ્યના તણાવપૂર્ણ હાલાત જોતા જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવ સાથે ઈમરજન્સી બેઠક પણ યોજી.
અજીત ડોવાલ પણ પહોંચ્યાં
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ પીએમ મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા છે.
અમિત શાહ કેબિનેટ બેઠક અગાઉ પીએમ મોદીને મળવા તેમના આવાસે પહોંચ્યાં
કેબિનેટ બેઠક સાડા નવ વાગ્યે છે પરંતુ તેના એક કલાક પહેલા જ ગૃહ મંત્રી અમિત શાહ પીએમ મોદીના નિવાસ સ્થાને તેમને મળવા માટે પહોંચ્યાં.
જુઓ LIVE TV
કાશ્મીરમાં હાલ મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ છે. જમ્મુમાં તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાની સલાહ અપાઈ છે. શ્રીનગરમાં તમામ વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. એવા અહેવાલો છે કે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લા અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીને નજરકેદ કરાયા છે. જમ્મુના 8 જિલ્લાઓમાં સીઆરપીએફની 40 કંપનીઓ તહેનાત કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે