સાવ સરળ બનશે અમરનાથ યાત્રા! પવિત્ર ગુફા સુધી મોદી સરકાર બનાવી રહી છે માર્ગ

જો તમે અમરનાથની યાત્રાએ જવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. પવિત્ર ગુફા સુધી પહોંચવાના માર્ગ પર ચાલે છે ખાસ પ્રોજેક્ટ. હવે આ ભાગ વર્લ્ડકલાસ બનશે તેમજ યાત્રા વધુ સુરક્ષિત તથા આનંદદાયક બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગને વધુ પહોળો કરવો, સાંકડી જગ્યા અને ઢાળવાળા સ્થળની સાચવણી, ખતરનાક સ્થળોના રસ્તાને નવું રૂપ આપવું, લપસી જવાય તેવા સ્થળોએ વધુ યોગ્ય બનાવવાનું કામ સામેલ છે. અત્યાર સુધી 3.8 કિ.મીના ભાગનું કટિંગ થઇ ચૂક્યું છે. ડોજર, રોક બ્રેકર વગેરે પણ સામેલ છે. અધિકારીઓ અનુસાર ડોમેલથી આગળ આવા ભારે ઉપકરણો તેમજ મશીનરીનો પહેલા ક્યારેય ઉપયોગ કરાયો નથી.

સાવ સરળ બનશે અમરનાથ યાત્રા! પવિત્ર ગુફા સુધી મોદી સરકાર બનાવી રહી છે માર્ગ

નવી દિલ્લીઃ હિમાલયના પહાડોમાં અને કાશ્મીકની વાદીઓમાં આવેલું છે હિન્દુઓની આસ્થાનું પ્રતિક અમરનાથ. અમરનાથની યાત્રા તમામ યાત્રાઓમાં સૌથી કઠણ ગણાય છે. અહીંના ખતરનાક રસ્તાઓ યાત્રાળુઓની માર્ગમાં જ પરીક્ષા કરી લેતા હોય છે. આવી સ્થિતિમાં હવે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. મોદી સરકાર અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી રહી છે. સરકારે યાત્રાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે આશયથી પવિત્ર ગુફા સુધી પહોંચવા માટેનો સરળ માર્ગ બનાવી રહી છે. આના માટે સરકારી તંત્ર પણ સતત આ ટાસ્કને ઝડપથી પુરો કરવા માટે કામે લાગ્યું છે. પ્રધાનમંત્રી મોદી પોતે પણ આ પ્રોજેક્ટ પર સીધી નિઘરાની રાખી રહ્યાં છે.

બેટરી વાહન માટે કરાઈ ખાસ વ્યવસ્થાઃ
ટ્રેક બની ગયા બાદ શ્રદ્વાળુઓ એક દિવસથી પણ ઓછા સમયમાં આધાર શિબિર પરત ફરી શકશે. જો કે એક દિવસમાં પરત ફરવું આજે પણ સંભવ છે. પરંતુ ખરાબ હવામાન તેમજ ભૂસ્ખલનના ખતરાને કારણે તે સંભવ થઇ શકતું નથી. અત્યારે બેટરી વાહન ડોમેલ સુધી જઇ શકે છે. આગળ માર્ગ જોખમભર્યો છે. જો બધુ જ યોજના મુજબ પાર પડશે તો બેટરી સંચાલિત વાહનો ડોમેલથી આગળ જઇ શકશે.

કેબલ કાર પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામઃ
અમરનાથ ગુફા સુધી કેબલ કાર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિઝિબિલિટી સરવે પૂર્ણ થઇ ચૂક્યો છે. બધુ જ ઠીક રહેશે તો કેબલ કાર પ્રોજેક્ટ પર 2023થી કામ શરૂ થઇ શકે છે. વાદળ ફાટવા અથવા તો ઇમરજન્સી સ્થિતિમાં બચાવ દળ પહોંચી શકશે. પીડિતોને તાત્કાલિક કાઢી શકાશે. અત્યારે સમગ્ર દિવસ થાય છે.દરરોજ 10-12 કલાક કામ ચાલે છે.

આગામી વર્ષથી અમરનાથ યાત્રાનો માર્ગ વધુ સરળ બનશે. બાલટાલથી પવિત્ર ગુફાને જોડતા માર્ગ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે હવે આ પ્રોજેક્ટની કમાન હવે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)એ સંભાળી છે. ત્યારબાદ કામગીરી યુદ્વના ધોરણે ચાલી રહી છે. બીઆરઓ હિમવર્ષા પહેલા જ માર્ગનું કામ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્વ છે. આગામી વર્ષ સુધી પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. બીઆરઓ કુશળ કામદારો તેમજ આધુનિક મશીનરીથી આ કામગીરી કરે છે.

ટેકનોલોજીની અછતના લીધે ધીમું ચાલતું હતું કામઃ
અગાઉ ટેક્નોલોજી અને સંસાધનોની અછતને કારણે કામ ધીમું ચાલતું. ત્યારબાદ જમ્મૂ કાશ્મીર વહીવટીતંત્રે સપ્ટેમ્બરમાં માર્ગના વિકાસ, સાચવણી અને વહીવટનું કામ BROને સોંપ્યું. સંગઠને પ્રોજેક્ટને પડકાર તરીકે સ્વીકાર્યો અને 29 સપ્ટેમ્બરના રોજ કામ શરૂ કર્યું. બાલતાલ અને પવિત્ર ગુફા વચ્ચેનું અંતર અંદાજે 13.2 કિ.મી છે. વચ્ચે ડોમેલ, બરારી અને સંગમ આવે છે. બાલતાલથી ડોમેલ 2.75 કિ.મી આગળ છે. અહીં પહાડો અને ખીણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે.

શ્રદ્વાળુઓ 4-5 કલાકમાં ગુફા સુધી પહોંચી શકશેઃ
બાલટાલથી પવિત્ર ગુફા સુધી જવામાં 7 થી 8 કલાક લાગતા હતા. ભીડને કારણે વધુ પાંચ કલાક થતા હતા. આ રીતે સમગ્ર દિવસ વિતી જતો હતો. નવા પહોળા માર્ગને કારણે શ્રદ્વાળુઓ 4-5 કલાકમાં ગુફા સુધી પહોંચી શકશે. અત્યારે ઘોડા પર યાત્રીઓને લઇ જતા લોકોએ સાંકડા રસ્તા પર ચાલવું પડે છે. તેમાં પણ ચક્કાજામ થાય છે. રોડ બનવા પર ટ્રાફિક નહીં થાય. અંદાજે 9 કિ.મીના રસ્તાનું કામ બાકી છે. મશીનો આગળ વધતા જ અહીં કામગીરી શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news