કાશ્મીરમાં BJPના નેતાની આતંકીઓએ કરી હત્યા, PM મોદીએ આપી આકરી પ્રતિક્રિયા

જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાતે ભાજપના નેતા ગુલ મોહમ્મદ મીરની ઘસમાં ઘૂસીને હત્યા કરી.

કાશ્મીરમાં BJPના નેતાની આતંકીઓએ કરી હત્યા, PM મોદીએ આપી આકરી પ્રતિક્રિયા

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાતે ભાજપના નેતા ગુલ મોહમ્મદ મીરની ઘસમાં ઘૂસીને હત્યા કરી. પોલીસે જણાવ્યું કે 3 આતંકીઓ નૌગામ વોરિનાગ વિસ્તારમાં આવેલા મીરના ઘરમાં ઘૂસ્યા અને તેમની કારની ચાવી માંગી. ગાડી લઈને જતા પહેલા તેમણે મીરને ગોળી મારી દીધી. તેઓ વિસ્તારમાં 'અટલ' તરીકે મશહૂર છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને આ ઘટનાને વખોડી. તેમણે કહ્યું કે, 'ભાજપના કાશ્મીરી નેતા શ્રી ગુલામ મોહમ્મદ મીરની હત્યાની હું નીંદા કરું છું. જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીને મજબુત કરવા માટે તેમણે આપેલું યોગદાન હંમેશા યાદ રખાશે.'

— Chowkidar Narendra Modi (@narendramodi) May 5, 2019

રાજ્યના અન્ય નેતાઓએ પણ આ ઘટનાની નીંદા કરી. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે દક્ષિણ કાશ્મીરમાં ભાજપના પદાધિકારી ગુલ મોહમ્મદ મીરની નૌગામના વેરીનાગમાં ગોળી મારીને હત્યા કરાઈ. આ કાયરતાપૂર્ણ હિંસાના ધૃણિત કાર્યની હું નીંદા કરું છું. દિવંગતની આત્મા માટે પ્રાર્થના કરું છું. અલ્લાહ તેમને જન્નત નસીબ કરે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ પણ આ ઘટનાની નીંદા કરતા ટ્વીટ કરીને લખ્યું કે, 'હું દક્ષિણ કાશ્મીરના વેરીનાગમાં ભાજપના નેતા ગુલ મોહમ્મદ મીરની હત્યાની કડક ટીકા કરું છું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના અને દિવંગત આત્મા માટે પ્રાર્થના.'

એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ મીરને નાજુક હાલાતમાં હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો. અધિકારીએ જણાવ્યું કે સંદિગ્ધોને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરાઈ છે. ભાજપના નેતાને પાંચ ગોળીઓ મારવામાં આવી. 3 ગોળીઓ છાતીમાં વાગી અને બે ગોળી પેટમાં વાગી હતી. 

પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ ગુલ મોહમ્મદ મીર દોરુમાં 2008 અને 2014માં વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા હતાં. જો કે તેમને જીત નહતી મળી. આ હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો. સર્ચ અભિયાન ચાલુ છે. ગુલ મોહમ્મદ મીર અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યાક્ષ હતાં. 

ફેબ્રુઆરીમાં જ સુરક્ષા પાછી ખેંચાઈ હતી
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સંદિગ્ધ આતંકીઓ દ્વારા ગોળી મારીને જેમની હત્યા કરાઈ તે ભાજપના નેતા ગુલ મોહમ્મદની સુરક્ષા સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પાછી ખેંચી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને અનંતનાગ સંસદીય મતવિસ્તારના ઉમેદવાર સોફી યુસૂફે કહ્યું કે તેમના ચાર સુરક્ષા ગાર્ડ હાલમાં જ પ્રશાસન દ્વારા દૂર કરાયા હતાં. 

સોફીએ કહ્યું કે સરકારની આ નિષ્ફળતા છે. દેશભક્ત લોકોને સુરક્ષા નથી અપાતી અને અમે આ  હત્યાની તપાસની માગણી કરીશું. ભાજપના  રાજ્ય પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું કે માર્યા ગયેલા ભાજપના નેતાની સુરક્ષા ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમના ઘર પર થયેલા  હુમલા બાદ પણ પાછી ખેંચાઈ. ઠાકુરે કહ્યું કે અજાણ્યા લોકોએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી. કહેવાય છે કે બંદૂકધારીઓએ ભાજપના નેતા ગુલ મોહમ્મદ મીર (60) ઉર્ફે અટ્ટલને રાતે લગભગ 10.00 વાગે ગોળીઓ મારી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news