J&K: કિશ્તવાડની ખાડીમાં ખાબકી યાત્રી બસ, 31 લોકોના મોત, સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ટીમ

જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. કેશવન વિસ્તારમાં એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. આ માર્ગ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે 20 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

J&K: કિશ્તવાડની ખાડીમાં ખાબકી યાત્રી બસ, 31 લોકોના મોત, સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ટીમ

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. કેશવન વિસ્તારમાં એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. આ માર્ગ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે 20 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં સ્થળ પર પહોંચેલી રેસ્ક્યૂ ટીમે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

— ANI (@ANI) July 1, 2019

20 મૃતદેહ મળી આવ્યા
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેશવાનથી કિશ્તવાડ જઇ રહેલી બસ સવારે લગભગ સાડા સાત વાગ્યે સિરગવારીની પાસે એક ખીણમાં ખાબકી છે. જમ્મૂના પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ એમ.કે. મિશ્રાએ જણાવ્યું કે, 20 યાત્રીઓના મૃતદેહ મળી આવ્યા છે.

પોલીસ અધિકારીઓએ પહેલા 24 લોકોના મોત થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે બચાવ કાર્ય હજુ ચાલી રહ્યું છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news