Jammu Kashmir Voter List: ડે.કમિશનરનો મહત્વનો આદેશ, આટલા દિવસથી જમ્મુમાં રહેતા લોકો કરી શકશે મતદાન

Jammu-Kashmir Assembly Election: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી આગામી વર્ષે યોજાઈ શકે છે. ત્યારે જમ્મુમાં ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ એક એવો આદેશ બહાર પાડ્યો છે જેનો વિરોધ પણ શરૂ થયો છે. આ આદેશ મુજબ હવે એક વર્ષથી વધુ સમયથી રહેતા લોકો નવા વોટર તરીકે રજિસ્ટર કરાશે. આ આદેશનો નેશનલ કોન્ફરન્સે વિરોધ પણ કર્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

Jammu Kashmir Voter List: ડે.કમિશનરનો મહત્વનો આદેશ, આટલા દિવસથી જમ્મુમાં રહેતા લોકો કરી શકશે મતદાન

Jammu-Kashmir Assembly Election: જમ્મુ અને કાશ્મીરમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે અને આગામી એક મહિનામાં મતદાર સૂચિનું કામ પૂરું થવાની શક્યતા છે. આ બધા વચ્ચે જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ વોટર રજિસ્ટ્રેશન માટે નવો આદેશ બહાર પાડ્યો છે અને તમામ તહસીલદારોને નવા વોટર્સના રજિસ્ટ્રેશન અંગે આદેશ આપ્યો છે. 

ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ પોતાના આદેશમાં તમામ તહસીલદારોને કહ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી જમ્મુ જિલ્લામાં રહેતા લોકોને મતદાર તરીકે રજિસ્ટ્રેશન માટે વેરિફાય કરવા. આ આદેશ મુજબ એક વર્ષથી વધુ સમયથી રહેતા લોકો નવા વોટર તરીકે રજિસ્ટર કરાશે અને જો કોઈ બહારની વ્યક્તિ પણ એક વર્ષથી વધુ સમય સુધી જમ્મુમાં રહેતો હોય તો તેને મતદારનો અધિકાર મળી શકે છે. 

આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બની શકાશે મતદાર
ચૂંટણી પંચ દ્વારા બહાર પડાયેલા દિશા નિર્દેશ મુજબ એક વર્ષ માટે પાણી/ વીજળી/ ગેસ કનેક્શન/ આધાર કાર્ડ, રાષ્ટ્રીયકૃત/ અનુસૂચિત બેંક/ પોસ્ટ ઓફિસની હાલની પાસબુક, ભારતીય પાસપોર્ટ, રાજસ્વ વિભાગનું કિસાન વહીખાતું સહિત ભૂમિ સ્વામિત્વ રેકોર્ડ, રજિસ્ટર્ડ રેન્ટ/લીઝ ડીડ ( ભાડુઆત મામલે) અને પોતાના ઘરના કેસમાં રજિસ્ટર્ડ સેલ ડીડનો ઉપયોગ કરીને કોઈ પણ વોટર તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જમ્મુમાં પણ તેમાંથી કોઈ પણ દસ્તાવેજ રહેઠાણના પ્રમાણ તરીકે સ્વીકાર થઈ શકે છે. 

નેશનલ કોન્ફરન્સનો વિરોધ
બીજી બાજુ ડેપ્યુટી કમિશનર અવની લવાસાના આદેશનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. નેશનલ કોન્ફરન્સે વિરોધ નોંધાવતા કહ્યું કે મોદી સરકાર 25 લાખ બિનસ્થાનિક લોકોને વોટર લિસ્ટનો ભાગ બનાવવાની છે અને તે માટે જ કવાયત થઈ રહી છે. 

આ રસપ્રદ Video પણ જુઓ...

આગામી વર્ષે યોજાઈ શકે છે ચૂંટણી
સૂત્રોના જણાવ્યાં મુજબ ઠંડીમાં ચૂંટણી યોજાવવાની શક્યતા નથી એટલે આવા સંજોગોમાં આગામી વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થઈ શકશે. અત્રે જણાવવાનું કે મતદાર સૂચિને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તે આગામી એક મહિનામાં પૂરી થવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં 4 શ્રેણીઓમાં મતદારોની સંખ્યા વધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news