ગુલામ નબી આઝાદને કાશ્મીરમાં No Entry, જમ્મૂ એરપોર્ટ પરથી દિલ્હી પરત મોકલાયા

ગુલામ નબી આઝાદ જમ્મૂ પ્રદેશ કોંગ્રેસ કમિટી મુખ્યાલયમાં આયોજીત થનારી બેઠકમાં ભાગ લેવા ગયા હતા. 
 

ગુલામ નબી આઝાદને કાશ્મીરમાં No Entry, જમ્મૂ એરપોર્ટ પરથી દિલ્હી પરત મોકલાયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદને મંગળવારે બપોરે જમ્મૂ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. આઝાદ જમ્મૂ પ્રદેશ કોંગેસ કમિટી મુખ્યાલયમાં આયોજીત થનારી બેઠકમાં ભાગ લેવા ગયા હતા. તેમને જમ્મૂ એરપોર્ટ પરથી પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. આ પગેલા ગુલામ નબી આઝાદ અને જમ્મૂ-કાશ્મીર કોંગ્રેસ પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. તેઓ જમ્મૂ-કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર ગુરૂવારે શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. 

ગુલામ નબી આઝાદ શ્રીનગરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં નેતાઓની સાથે બેઠક કરવાના હતા. આ બેઠક જમ્મૂ-કાશ્મીરમાથી અનુચ્છેદ 370 હટાવ્યા સંબંધિત હતી. દિલ્હી પરત ફર્યા બાદ આઝાદે કલમ 370ની શક્તિઓને પૂરી કરવા અને જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલની ટીકા કરી હતી. તેમણે જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલને કાળો કાયદો ગણાવ્યો હતો. ગુલામ નબી આઝાદે કહ્યું, ભાજપે કાશ્મીરને સમાપ્ત કરી દીધું છે. ઘાટીમાં સન્નાટો છે. ગુલામ નબી આઝાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો એક વીડિયોને લઈને કહ્યું હતું કે, પૈસા આપીને તમે કોઈપણને સાથે લઈ શકો છો. 

અજીત ડોભાલે શોપિંયામાં સ્થાનીક લોકોની સાથે એક વીડિયો બનાવ્યો હતો જેમાં તે લોકોની સાથે જમતા તથા વાતચીત કરી રહ્યાં હતા. જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીર ઘાટેમાં ઉભી થયેલી સ્થિતિ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ નજર રાખી રહ્યાં છે. તેમણે ઘાટીના વિભિન્ન વિસ્તારનો પ્રવાસ કરીને સુરક્ષાદળોથી લઈને સામાન્ય જનતા સાથે મુલાકાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news