Vice President Candidate Announcement: જગદીપ ધનખડ હશે NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત

Vice President Candidate Announcement: ભાજપે તેમના ઉપરાષ્ટ્રપતી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જગદીપ ધનખડ એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.

Vice President Candidate Announcement: જગદીપ ધનખડ હશે NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત

Vice President Candidate Announcement: ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં શનિવાર સાંજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચર્ચા થઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી સામેલ હતા. જોકે, બપોરના સમયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ધનખડે શુક્રવારના ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે 6 ઓગસ્ટે થશે વોટિંગ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઇચ્છૂક ઉમેદવાર 19 જુલાઈ સુધી તેમનું નામાંકન પત્ર દાખલ કરી શખે છે. નામાંકન પત્રની તપાસ 20 જુલાઈના થશે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકન દાખલ કરનાર ઉમેદવાર તેમનું નામાંકન પત્ર 22 જુલાઈ સુધીમાં પરત લઈ શકશે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પસંદગી માટે 6 ઓગસ્ટના વોટિંગ થશે.

ઉપરાષ્ટ્રપતિ પસંદગી માટે 6 ઓગસ્ટના દિવસે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ કરી શકશો. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે દિવસે વોટની ગણતરી પણ થઈ જશે અને ચૂંટણી પરિણામ પણ સામે આવશે. જો સત્તા પક્ષ અને વિપક્ષી દળ બંને જૂથો ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ એક ઉમેદવારના નામ પર સંમત થાય છે અને સર્વસંમતિ બને છે તો મતદાનની જરૂર પડશે નહીં.

એવામાં ઉપરાષ્ટ્રપતિ પણ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાઈ શકે છે. જોકે, તેની શક્યતા ઓછી લાગે છે. ઉલ્લેખનીય છે કે દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટના પૂર્ણ થઇ રહ્યો છે. વેંકૈયા નાયડૂનો કાર્યકાળ પૂર્ણ થવાના ચાર દિવસ પહેલા જ સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news