AP: YSR કોંગ્રેસ ચીફ જગનમોહન રેડ્ડી પર ચાકૂથી હુમલો, હુમલાખોરે પહેલા સેલ્ફી પણ લીધી

: આંધ્ર પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ વાઈએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી પર એરપોર્ટ ઉપર જ એક કેન્ટીન વર્કરે હુમલો કરી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે.

AP: YSR કોંગ્રેસ ચીફ જગનમોહન રેડ્ડી પર ચાકૂથી હુમલો, હુમલાખોરે પહેલા સેલ્ફી પણ લીધી

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ વાઈએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી પર એરપોર્ટ ઉપર જ એક કેન્ટીન વર્કરે હુમલો કરી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં રેડ્ડી (45)ના ડાબા ખભા પરથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોરનું નામ શ્રીનિવાસ છે અને તેણે ધાતુની બ્લેડ જેવા હથિયારથી હુમલો કર્યો. આ પ્રકારના હથિયારનો ઉપયોગ સામાન્ય રીતે મરઘાઓની લડાઈમાં તેમને ઉક્સાવવા માટે થતો હોય છે. પોલીસે તરત જ હુમલાખોરને પકડીને કસ્ટડીમાં લઈ લીધો છે. 

आंध्र प्रदेश: जगनमोहन रेड्डी के साथ पहले ली सेल्‍फी, फिर चाकू मारकर किया घायल

પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોર એરપોર્ટ પર કથિત રીતે વીઆઈપી લોંજમાં રેડ્ડી પાસે પહોંચ્યો, પહેલા તો તેમને સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો. જ્યારે રેડ્ડી તેમની સાથે ફોટો ખેંચાવવા લાગ્યા ત્યારે તે વખતે તકનો લાભ લઈને તેણે ચાકૂથી હુમલો કર્યો. જો કે આ હુમલા પાછળ તેનો શું હેતુ હતો તે સ્પષ્ટ થઈ શક્યો નથી. પરંતુ પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોર કોઈ પણ ભોગે જગનમોહન રેડ્ડીને સત્તામાં આવવા દેવા નહતો માંગતો.

જગનમોહન રેડ્ડી પર આ હુમલો થયો ત્યારે તેઓ હૈદરાબાદ માટેની ફ્લાઈટની રાહ  જોઈ રહ્યાં હતાં. તેમણે શુક્રવારે ત્યાં એક કેસ મામલે કોર્ટમાં હાજર થવાનું છે. આ હુમલા બાદ વાઈએસઆર કોંગ્રેસના એક નેતાએ તેને ષડયંત્ર ગણાવતા એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળી ટીડીપી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે હુમલાખોર શ્રીનિવાસ જે એરપોર્ટ કેન્ટીનનો સ્ટાફ હતો તેનું સંચાનલ એક ટીડીપી નેતાના હાથમાં છે. 

આ અંગે ટીડીપી નેતા અને મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના પ્રવક્તાએ કહ્યું કે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જગનમોહન રેડ્ડીએ તેમની પાર્ટી પર આરોપ લગાવ્યાં છે. પ્રવક્તાએ કહ્યું કે એરપોર્ટની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય એજન્સી પાસે હોય છે. અમે આ હુમલાની ટીકા કરીએ છીએ અને મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જો કે આ હુમલા સાથે જ એરપોર્ટ પર સુરક્ષા સ્તર પર વ્યાપેલી ખામીઓની એકવાર ફરીથી પોલ ખુલી ગઈ છે. આવું એટલા માટે કારણ કે મેટલ ડિટેક્ટરથી દરેક વ્યક્તિનું સ્કિનિંગ થતું હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news