Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેની ઓફર પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, કહી આ 4 વાત

Maharashtra: એકનાથ શિંદેના બળવા બાદ પ્રથમવાર સામે આવેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મારી સામે આવીને મને કહે કે હું મુખ્યમંત્રી પદ સંભાળવામાં સક્ષમ નથી. હું રાજીનામુ આપી દઈશ.

Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેની ઓફર પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, કહી આ 4 વાત

મુંબઈ/ગુવાહાટીઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે બળવો કરનાર ધારાસભ્યો તેમને કહે કે તેને (ઠાકરે) મુખ્યમંત્રીના રૂપમા જોવા માંગતા નથી તો તે પોતાનું પદ છોડવા તૈયાર છે. ઠાકરેએ કહ્યુ- સુરત અને અન્ય જગ્યાઓથી કેમ નિવેદન આપી રહ્યાં છે? મારી સામે આવીને કહે કે હું મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષના પદને સંભાળવામાં સક્ષમ નથી. હું તત્કાલ રાજીનામુ આપી દઈએ. હું મારૂ રાજીનામુ તૈયાર રાખીશ અને તમે આવી તેને રાજભવન લઈ જઈ શકો છો.

તેમના આ નિવેદન બાદ બળવો કરનાર એકનાથ શિંદેએ પણ પોતાનું વલણ જાહેર કરી દીધુ છે. તેમણે કહ્યું કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવું પડશે. તેમણે ચાર પોઈન્ટમાં પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે-

- છેલ્લા અઢી વર્ષોમાં એમવીએ સરકારે માત્ર સાથી દળોને ફાયદો પહોંચાડ્યો અને શિવસેનાને મોટુ નુકસાન થયું.
- ઘટક દળો મજબૂત થઈ રહ્યાં છે, શિવસેનાનું વ્યવસ્થિત રૂપથી ગબન કરવામાં આવી રહ્યું છે.
- પાર્ટી અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે અસ્વાભાવિક મોર્ચાથી બહાર નિકળવાનું જરૂરી છે. 
- મહારાષ્ટ્રના હિતમાં હવે નિર્ણય લેવાની જરૂર છે

— ANI (@ANI) June 22, 2022

શરદ પવારે શિંદેને સીએમ બનાવવાની આપી સલાહ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે. સૂત્રો દરમિયાન શરદ પવારે સલાહ આપી કે જો વિદ્રોહને ઓછો કરવો છે તો એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટેલોએ પણ કહ્યુ કે, તેમને શિંદેનું સમર્થન કરવામાં કોઈ સમસ્યા નથી. ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લેશે તે મંજૂર છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર છે. બે દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કરી દીધો છે. શિંદે શિવસેનાના આશરે 40 ધારાસભ્યોની સાથે અસમના ગુવાહાટીમાં છે અને ખુદને અસલી શિવસેના ગણાવી રહ્યા છે. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે પાસે ભાજપની સાથે સરકાર બનાવવાની માંગ રાખી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news