Corona Update: કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,905 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 86,83,917 થઈ છે. જેમાંથી 4,89,294 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે 80,66,502 દર્દીઓ સાજા થઈ ગયા છે.

Corona Update: કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી

નવી દિલ્હી: એક બાજુ ખુશખબર છે તો બીજી બાજુ ચિંતાના સમાચાર... દવા કંપની ફાઈઝર(Pfizer)એ દાવો કર્યો છે કે કોરોના રસી (Corona Vaccine) ની ટ્રાયલ્સ દરમિયાન લગભગ 90 ટકા સફળતા મળી છે. કોરોના વિરુદ્ધ જંગમાં આ સારા સમાચારની સાથે સાથે ભારતમાં તેને રાખવાને લઈને એક ચિંતા પણ સામે આવી છે. એમ્સ દિલ્હીના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે Pfizer ની રસીને માઈનસ 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં રાખવાની જરૂર પડશે અને ભારતમાં આમ કરવું સરળ નહીં હોય. જો કે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તે પણ એક સારા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં  નવા 47,905 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 86,83,917 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 4,89,294 છે. જે સતત ઘટતી જોવા મળી રહી છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,905 દર્દીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,905 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 86,83,917 થઈ છે. જેમાંથી 4,89,294 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે 80,66,502 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના 550 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મોતની સંખ્યા 1,28,121 થઈ છે. 

Total active cases are 4,89,294 after a decrease of 5,363 in the last 24 hrs.

Total cured cases are 80,66,502 with 52,718 new discharges in the last 24 hrs. pic.twitter.com/sHwZwqQcRU

— ANI (@ANI) November 12, 2020

અત્યાર સુધીમાં કુલ 12,19,62,509 કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં 12,19,62,509 કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ગઈ કાલે એટલે કે 11મી નવેમ્બરે 11,93,358 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

કોલ્ડ ચેન મોટી મુશ્કેલી
Pfizer કંપનીએ પોતાની કોરોના રસીની વેક્સિનના ટ્રાયલમાં 90 ટકા સફળતા મળવાની જાહેરાત કરી છે. પરંતુ તેના સ્ટોરેજમાં મોટી મુશ્કેલી આવી રહી છે. દિલ્હી એમ્સના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે ફાઈઝર કંપનીની રસીને -70 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનમાં રાખવી પડે અને ભારત જેવા દેશોમાં તેના માટે  આટલા નીચા તાપમાનની કોલ્ડ ચેન બનાવવી અને તેને ચલાવી રાખવી ખુબ મોટો પડકાર રહેશે. 

— ANI (@ANI) November 12, 2020

ફાઈઝરનું સારું પ્રદર્શન
અમેરિકી કંપની ફાઈઝરે પોતાની કોરોના રસીની ટ્રાયલ્સ દરમિયાન આશા કરતા સારું પ્રદર્શન કર્યું છે. જેને જોઈને લાગે છે કે એક સારી કોરોના રસી દુનિયાને જલદી મળવાની છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે માગણી કરી છે કે દરેક ભારતીય સુધી કોરોનાની રસી પહોંચે તે માટે જરૂરી લોજિસ્ટિક સુવિધાઓનો વિકાસ થવો જોઈએ. 

ગ્રામીણ વિસ્તારોમાં થશે મુશ્કેલી
એમ્સના ડાઈરેક્ટરની વાતે દેશની ચિંતા વધારી દીધી છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ કોરોના રસી ઉપયોગી તો ખુબ છે પરંતુ તેનો સ્ટોરેજ કરવો એક મુશ્કેલ કામ છે. ફાઈઝની રસીને ખુબ જ ઓછા તાપમાનમાં રાખવી એ ભારત અને તેના જેવા તમામ બીજા દેશો માટે મોટો પડકાર સિદ્ધ થશે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિનને કોલ્ડ ચેન બનાવીને -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ કાર્ય રહેશે. 

બીજી કોરોના રસીનો પણ ઈન્તેજાર
રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ફાઈઝર રસીને ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોલ્ડ ચેન જાળવી રાખવી પડકારજનક કામ રહેશે. આવામાં સારું એ રહેશે કે આપણે બીજી કોરોના રસીની પણ રાહ જોઈએ. ફેઝ 3ની ટ્રાયલ્સમાં તમામ સંભવિત રસીઓને લઈને ઉત્સાહજનક પરિણામ જોવા મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news