India Flood Map: ચોમાસામાં 'જળ પ્રલય'ની દિશા બદલાઈ? ગુજરાત પર ગંભીર ખતરો, વૈજ્ઞાનિકો પણ ચિંતાતૂર, જાણો શું કહ્યું
હવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા રાજ્યો પર બિહાર અને યુપીની લાઈનમાં આવી ગયા છે. શું ભારતનો ફ્લડ મેપ બદલાઈ રહ્યો છે, જો આમ થાય છે તો કેમ? તેનું કારણ કઈ બીજુ નહીં પરંતુ આપણે અને આપણા કારણે જળવાયુ પરિવર્તનની સ્થિતિ છે. જાણો વિગતો...
Trending Photos
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જે પ્રકારે વરસાદ પડ્યો, પૂર આવ્યા તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારતમાં પૂરનો નક્શો બદલાઈ રહ્યો છે. કારણ કે પહેલા નક્શામાં ફક્ત યુપી, બિહાર, ઉત્તર પૂર્વી રાજ્યોમાં પૂરનું જોખમ જોવા મળતું હતું. હવે શહેરી 'જળ પ્રલય' ની સીમા બદલાઈ રહી છે. સરકારે નવો નક્શો બનાવવાની જરૂર છે.
સમગ્ર દેશમાં વરસાદનું મૌસમ બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે આ વખતે ચોમાસું જશે પણ મોડું. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર પર બનનારા ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયા તેના માટે કારણભૂત છે. હવે તો તોફાનની એક નવી પેટર્ન આવી ગઈ છે. આ પેટર્ન છે જમીન પર બનનારા તોફાન. પછી ધીરે ધીરે સરકીને તે સમુદ્રમાં જતા રહે છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે અને શક્તિશાળી બને છે.
દેશના જે વિસ્તારો પહેલા દુષ્કાળ માટે જાણીતા હતા ત્યાં હવે વરસાદ તૂટી પડે છે. ભયાનક પૂર આવે છે. અથવા તો બંને પ્રકારની સ્થિતિ પેદા થાય છે. જો NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું માનીએ તો સૌથી વધુ પૂરવાળા વિસ્તાર ગંગા-બ્રહ્મપુત્ર બેસિનમાં છે. ઉત્તરમાં હિમાચલથી લઈને પંજાબ, યુપી, બિહાર, અસમ, અરુણાચલ પ્રદેશ અને હવે તો કાંઠાવાળા રાજ્યો ઓડિશા, ગુજરાત, આંધ્ર પ્રદેશઅને તેલંગણાના પણ કેટલાક ભાગોમાં પૂર આવે છે.
પહેલા દુષ્કાળ ત્યાં હવે વરસાદ
IPE Global અને ESRI-India ના રિપોર્ટ મુજબ ગુજરાતના 80 ટકા જિલ્લાઓમાં છેલ્લા બે દાયકાઓમાં વરસાદનું પ્રમાણ અને તીવ્રતા બંને વધ્યા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરે આ કહાની રજૂ કરી દીધી છે. દેશમાં પહેલા 110 જિલ્લા હતા જે દુષ્કાળથી પૂર તરફ ગયા હતા પરંતુ હવે દુષ્કાળ કરતા પૂરની તબાહી જોનારા 149 જિલ્લા છે.
ગુજરાત માટે મુસીબત
બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને અસમના 60 ટકા જિલ્લા વર્ષમાં એકવાર જરૂર એક્સ્ટ્રિમ વેધર ઈવેન્ટ્સનો સામનો કરે છે. 2036 સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે એવું અનુમાન વ્યક્ત કરાયું છે.
એવું હવામાન કે અંદાજો લગાવવો મુશ્કેલ
1973 થી 2023 સુધી થનારી તમામ ભયાનક આફતોના સ્ટડી આ નવા રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હી, ગુજરાત, તેલંગણા, રાજસ્થાનનું પૂર હોય કે પછી વાયનાડમાં ભૂસ્ખલન હોય. કે પછી આ વખતે પડેલી બળબળતી ગરમી હોય. વૈજ્ઞાનિક અને એક્સપર્ટ્સ આફતનો અંદાજો લગાવી શકતા નથી. કારણ કે તેની તીવ્રતા, માત્રા અચાનક વધી જાય છે. અસમના 90 ટકા જિલ્લા, બિહારના 87 ટકા જિલ્લા, ઓડિશાના 75 ટકા જિલ્લા અને આંધ્ર પ્રદેશ અને તેલંગણાના 93 ટકા જિલ્લા એક્સ્ટ્રિમ ફલ્ડ્સની સ્થિતિથી ગમે ત્યારે પરેશાન થઈ શકે છે.
શું કહે છે વૈજ્ઞાનિક
આ સ્ટડી કરનારા પ્રમુખ વૈજ્ઞાનિક અબિનાશ મોહંતીએ જણાવ્યું કે હવે ગરમી જમીનથી ઉઠીને સમુદ્ર તરફ જઈ રહી છે. જેમ કે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં થયું. તેનાથી સમુદ્રની ગરમી વધી રહી છે. તેની અસર હવામાન પર પડે છે. જેમ કે દક્ષિણ ભારતમાં શ્રીકાકુલમ, કટક, ગુંટુર, અને બિહારનું પશ્ચિમ ચંપારણ જે પહેલા પૂર માટે જાણીતુ હતું. હવે ત્યાં દુષ્કાળ પડે છે. આ ખાસ કરીને મેદાની વિસ્તારોમાં વધુ થઈ રહ્યુ છે.
હવામાન બદલાઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે...સંકેત પણ
હવામાન બદલાવવાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. વાયનાડમાં ભૂસ્ખલન, ભારે વરસાદ બાદ ગુજરાતમાં પૂર, ઉત્તરાખંડના ઓમ પર્વતથી ઓમ ગાયબ, અચાનક હવામાન બદલાય છે અને શહેરોમાં પાણી જમા થઈ જાય છે. હવે આ વખતના મોનસૂનને જોઈ લો. જૂનમાં નબળું હતું. પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા અને માત્રા બંને વધી ગઈ છે.
ચોંકાવનારી વાત એ છે કે મોનસુનમાં હવામાન થોડું ઠંડુ રહેતું હતું. પરંતુ આ વખતે ગરમી ઓછી થતી જ નથી. પૂર્વી રાજ્યોમાં દુષ્કાળ અને ગરમ દિવસોની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક આનંદ શર્મા કહે છે કે આ પ્રકારના મૌસમી ફેરફાર માટે જળવાયુ પરિવર્તન અને વધતું તાપમાન સૌથી મોટું કારણ છે. આથી જરૂરી છે કે કોઈ પણ રીતે તેને રોકવામાં આવે. નહીં તો એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટ્સ કોઈ પણ જગ્યાએ અને ગમે ત્યાં થઈ શકે છે. આ ખુબ જ ભયાનક પણ હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે