ઈનકમ ટેક્સ વિભાગની નોટિસનો જવાબ આપવો હવે બની જશે અત્યંત સરળ
નાણા મંત્રાલયના મહેસુલ સચિવ અજય ભૂષણ પાંડેયના જણાવ્યા અનુસાર, આ યોજનાથી કરદાતાને ઘરે બેઠા સંપર્ક કરવાની સુવિધા મળશે. પાઈલટ પ્રોજેક્ટ તરીકે 60,000 કેસિસ શરૂ કરાશે. ત્યાર પછી તેને આગળ વધારવામાં આવશે. યોજનાનું વડું મથક નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર દિલ્હીના સાકેતમાં હશે. મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે, અમદાવાદ અને બેંગલુરુમાં રીજનલ સેન્ટર ખોલવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ વિભાગ હવે તમારી આવકવેરા સંબંધિત સમસ્યાનું સમાધાન તમારો ચહેરો જોયા વગર ઘરે બેઠા જ કરી આપશે. સરકારે ફેસલેસ ઈ એસેસમેન્ટ યોજનાની શરૂઆત કરી છે. હવે તમારે આવકવેરા વિભાગની નોટિસ કે ઓર્ડરનો જવાબ આપવા ઓફિસમાં જવું નહીં પડે. આઈટી વિભાગ ઈમેલ કે ફોન દ્વારા તમારો સંપર્ક કરશે અને તમારે તેના પર તેનો જવાબ આપવાનો રહેશે.
નાણા મંત્રાલયના મહેસુલ સચિવ અજય ભૂષણ પાંડેયના જણાવ્યા અનુસાર, આ યોજનાથી કરદાતાને ઘરે બેઠા સંપર્ક કરવાની સુવિધા મળશે. પાઈલટ પ્રોજેક્ટ તરીકે 60,000 કેસિસ શરૂ કરાશે. ત્યાર પછી તેને આગળ વધારવામાં આવશે. યોજનાનું વડું મથક નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર દિલ્હીના સાકેતમાં હશે. મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે, અમદાવાદ અને બેંગલુરુમાં રીજનલ સેન્ટર ખોલવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન પી.સી. મોદીએ જણાવ્યું કે, "અત્યારે ચાલી રહેલા એસેસમેન્ટ વર્ષ 2018-19થી તેની શરૂઆત કરાશે. તેમાં કરદાતાનો નવી પદ્ધતિ પ્રમાણે સંપર્ક કરાશે. જે કેસમાં કરદાતાની જરૂર જણાશે કે થર્ડ પાર્ટીનો કેસ હશે તેવી સંજોગોમાં જ વેરીફિકેશન યુનિટ પાસે કેસ જશે. કેસ માટે વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા હશે. વેરિફિકેશન માટે જો ફિઝિકલ જવું પડશે તો પણ કઈ ટીમ જશે તે સિસ્ટમ નક્કી કરશે અને ટીમને પણ જે દિવસે જવાનું હશે એ દિવસે જ ખબર પડશે."
ભારતમાં આવકવેરે ભરનારા લોકોની સંખ્યા 6.68 કરોડ છે. પરંતુ કરદાતા જ્યારે આવકવેરો ભરે છે અને કોઈ માહીતી રહી જાય કે છુટી જાય તો તેને આવકવેરા વિભાગની ગુંચવણભરી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. તેને આવક વેરા વિભાગની ઓફિસમાં પણ બહુ ચક્કર કાપવા પડતા હતા. હવે ઈ-એસેસમેન્ટમાં કરદાતાને આ બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે.
નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર એક સિંગલ એજન્સી હશે, જે કરદાતાનો સંપર્ક રાખવામાં નોડલ એજન્સી તરીકે કામ કરશે. તેના માટે આવકવેરા વિભાગે 2600 થી વધુ અધિકારીઓને કામ પર લગાવ્યા છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે