BJP Meeting: રવિવારે યોજાશે BJP રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, એજન્ડામાં છે આગામી વિધાનસભા ચૂંટણી

BJP Meeting: આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. જેના કારણે રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

BJP Meeting: રવિવારે યોજાશે BJP રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, એજન્ડામાં છે આગામી વિધાનસભા ચૂંટણી

નવી દિલ્હીઃ BJP Meeting: ઉત્તર પ્રદેશ અને છ રાજ્યોમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી અને વર્તમાન મુદ્દાઓ સાત નવેમ્બરે યોજાનારી ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના એજન્ડામાં સૌથી ઉપર હશે. પાર્ટી નેતાઓએ શુક્રવારે આ જાણકારી આપી છે. જેપી નડ્ડાએ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યકાળ સંભાળ્યા બાદ આ ભાજપની પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હશે. 

ભાજપે તમામ રાજ્ય એકમોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે 'કોવિડ-19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખી તમામ પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય મહાસચિવ (સંગઠન) અને તે સંબંધિત રાજ્યની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પોત-પોતાના રાજ્ય પાર્ટી કાર્યાલયોથી ડિજિટલ રૂપથી બેઠકમાં ભાગ લેશે.' રાષ્ટ્રીય પદાધિકારી, કેન્દ્રીય મંત્રી અને દિલ્હીના નેતા જે રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે તે સાત નવેમ્બરે અહીં એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં પ્રત્યક્ષ રૂપથી બેઠકમાં ભાગ લેશે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે, એજન્ડામાં આગામી વિધાનસભા ચૂંટણી અને અન્ય વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા સામેલ છે. સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2022માં યોજાવાની છે. પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે.

પંજાબને છોડીને આ બધા રાજ્યોમાં ભાજપની સત્તા છે. એક દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નડ્ડાના અધ્યક્ષીય ભાષણથી શરૂ થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમાપન ભાષણની સાથે સમાપ્ત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news