ચંદ્રયાન-2: ઇસરો પ્રમુખ કે.સિવને કહ્યું, લેન્ડર સાથે 14 દિવસમાં ફરી સંપર્કનો પ્રયાસ કરાશે
ઇસરો પ્રમુખે કહ્યું કે, વૈજ્ઞાનિકો હજી પણ મિશનનું કામ કરી રહ્યા છે, લેન્ડરનો સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : ઇસરો પ્રમુખ કે.સિવને (K. Sivan) શનિવારે સાંજે મિશન ચંદ્રયાન-2 (Chandrayaan-2) મુદ્દે હાલમાં જ પોતાના નિવેદનમાં કહ્યું કે, લેન્ડર સાથે 14 દિવસમાં ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે. નિશ્ચિત રીતે 135 કરોડ ભારતીયોમાં હાલ ઉદાસીનો એક માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ પ્રકારનો પ્રયાસ એક નવી આશા જગાવે છે. ઇસરોના વૈજ્ઞાનિકો હજી પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લેંડર સાથે સંપર્ક તુટ્યા બાદ પણ ઉદ્દેશ્ય પુર્ણ થયો છે.
Zee Media સાથેની ચર્ચામાં કે. સિવને કહ્યું PMએ અમારો ઉત્સાહ વધાર્યો છે
સિવને કહ્યું કે, આજે જે કાંઇ પણ થયું, તેની અસર ભવિષ્ય પર નહી પડે. ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ રહ્યું છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર 7.5 વર્ષ સુધી કામ કરી શકે છે. ગગનયાન સહિત ઇસરોનાં તમામ મિશન નિશ્ચિત સમયે જ પુર્ણ થશે. ઇસરો ચીફે કહ્યું કે, અંતિમ દિવસ 30 કિલોમીટરથી માંડીને સોફ્ટ લેન્ડિંગ સુધીમાં 4 ફેઝ આવે છે. તેમાંથી ત્રણ ફેઝ લેન્ડરે પુરા કર્યા હતા. અંતિમમાં અમારી લિંક વિક્રમ લેન્ડર સાથે છુટી ગઇ હતી. ત્યારથી હજી સુધી અમે તેની સાથે કમ્યુનિકેશન સ્થાપિત કરી શક્યા નથી.
ISRO નું નિવેદન ચંદ્રયાન-2 મિશન 95% સફળ, ઓર્બિટર 7 વર્ષ સુધી કરશે કામ
કે. સિવને આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદી આપણા માટે પ્રેરણા અને સપોર્ટનો સ્ત્રોત છે અને તેમની આજની સ્પીચ અમને પ્રેરણા આપે છે. મે વડાપ્રધાનની સ્પીચમાં એક ખાસ વાત નોટ કરી છે કે વિજ્ઞાનનાં પરિણામ માટે પ્રયોગ કરવા જરૂરી છે કારણ કે પ્રયોગથી જ પરિણામ સામે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે