ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ, ISRO ચીફે કહ્યું- 'ભારત માટે ચંદ્રની ઐતિહાસિક યાત્રાની શરૂઆત'

ઈસરોના ચીફ કે સિવને ચંદ્રયાન-2ના લોન્ચિંગ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ સફળ રહ્યું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે. 

ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ, ISRO ચીફે કહ્યું- 'ભારત માટે ચંદ્રની ઐતિહાસિક યાત્રાની શરૂઆત'

નવી દિલ્હી: ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી માર્ક તૃતીય પ્રક્ષેપણ યાનથી અંતરિક્ષ યાન ચંદ્રયાન-2ને લોન્ચ કરીને ભારતે દુનિયામાં પોતાનો દમ દેખાડ્યો છે. ઈસરોના ચીફ કે સિવને ચંદ્રયાન-2ના લોન્ચિંગ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ સફળ રહ્યું. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે. 

ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે મને આ જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે કે જીએસએલવીએ ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષા પર સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધુ છે. તે ભારત માટે ચંદ્ર તરફ ઐતિહાસિક યાત્રા અને ત્યાંના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ પર વૈજ્ઞાનિક સંશોધન કરવાની શરૂઆત છે. 

તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો અને ટીમ ઈસરોની આકરી મહેનતથી આ સફળતા મળી છે. તેમણે કહ્યું કે 15 જુલાઈથી મિશનમાં આવેલી ટેક્નિકલ  ખામી બાદ ટીમ ઈસરોએ તેને તરત દૂર કરવા માટે પોતાની તાકાત ઝોંકી દીધી. તેમણે કહ્યું કે ટીમ ઈસરોએ ઘર પરિવારની ચિંતા છોડીને સતત 7 દિવસ સુધી આ ખામીને દૂર કરવા માટે તાકાત લગાવી દીધી. આકરી મહેનતનું આ પરિણામ છે. હું તમામને અભિનંદન પાઠવું છું. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી માર્ક તૃતીય પ્રક્ષેપણ યાનથી અંતરિક્ષ યાન ચંદ્રયાન-2ને લોન્ચ કરીને ભારતે દુનિયામાં પોતાનો દમ દેખાડ્યો છે. લોન્ચ  કર્યા બાદ પ્રાથમિક રિપોર્ટમાં ઈસરોએ કહ્યું કે રોકેટની ગતિ અને હાલાત સામાન્ય છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 3,84,000 કિમીનું અંતર છે. આ અંતરને કાપવામાં યાનને કુલ 48 દિવસ લાગશે. બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક તૃતીય એમ1 અને ચંદ્રયાનની કિંમત 978 કરોડ રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news