પાકિસ્તાન દ્વારા થયેલા ફાયરિંગમાં વડોદરાનો જવાન શહીદ થયો

આજે સવારે કાશ્મીરમાં ફરજ બજાવતા વડોદરાના જવાન આરીફ પઠાણ મોહંમદ સફી શહીદ થયો છે. આ અંગેની જાણ છતા જ વડોદરામાં રહેતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તો બીજી તરફ, 24 વર્ષનો યુવાને દેશ માટે શહીદી વહોર્યાનો ગર્વ પણ અનુભવાયો છે.
પાકિસ્તાન દ્વારા થયેલા ફાયરિંગમાં વડોદરાનો જવાન શહીદ થયો

રવિ અગ્રવાલ/વડોદરા :આજે સવારે કાશ્મીરમાં ફરજ બજાવતા વડોદરાના જવાન આરીફ પઠાણ મોહંમદ સફી શહીદ થયો છે. આ અંગેની જાણ છતા જ વડોદરામાં રહેતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તો બીજી તરફ, 24 વર્ષનો યુવાને દેશ માટે શહીદી વહોર્યાનો ગર્વ પણ અનુભવાયો છે.

વડોદરાના નવાયાર્ડના રોશન નગર વિસ્તારમાં રહેતો આરીફ પઠાણ મોહંમદ સફી નામનો યુવક છેલ્લાં ત્રણ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યો હતો. તેનું પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં હતું. તે કાશ્મીરના ઉધમપુર જિલ્લાના અખ્નુર ચેક પોસ્ટ પર તૈનાત હતો. ત્યારે આજે સોમવારે સવારે તે પોતાની જગ્યા પર ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે એલઓસી પારથી ફાયરિંગ થયું હતું. આરીફના મોતની જાણ થતા જ વડોદરામાં રહેતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 

આજે કાશ્મીરના રાજૌરીના સુંદરબની વિસ્તારમાં એલઓસીથી નજીક કેરી સેક્ટરમાં સોમવારે સવારે પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. પાકિસ્તાની રેન્જર્સે પહેલા તો ભારતીય ચોકીઓ પર હળવા હથિયારોથી ગોળીબારી કરી હતી. બાદમાં રહેણાંક વિસ્તારોમાં પણ ગોળીઓ વરસાવવાની શરૂ કરી હતી. તેમાંથી કેટલાક ગોળા પટલ ગામમાં પણ પડ્યા હતા. આ હુમલા બાદ સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ગોળીબારીનો અવાજ સાંભળીને બીજા ગામના લોકો પણ ગભરાઈ ગયા હતા. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે, તો બે જવાન ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાને કારણે લોકો વહેલી સવારે મંદિર જવા નીકળ્યા હતા. જેમ ગોળીબારીનો અવાજ સંભળાયો તો લોકો સુરક્ષિત સ્થાન પર ભાગીને જતા રહ્યા હતા. અખ્નૂર સેક્ટર અંતર્ગત કેરી બટલર સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપવા દરમિયાન જખ્મી થયેલ જવાન આરીફ પઠાણ શહીદ થયા હતા. સેનાની 18 રાજ રાઈફલ્સ સાથે સંબંધિત આરીફ ખાન પોતાના બે અન્ય સાથી સાથે આજે સવારે જખ્મી થયા હતા. તેમણે નજીકની સેનાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમનુ મોત નિપજ્યું હતું. તો બીજી તરફ, ભારતીય સૈનિકોએ એક પાકિસ્તાની સૈનિકને પણ ઠાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

જોકે, સેનાએ હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. હાલ પાકિસ્તાન તરફથી સતત બ્રેક લઈને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news