ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO)  ના વૈજ્ઞાનિક પોતાનાં મૂન મિશન Chandrayaan-2 ને સતત પૃથ્વીની કક્ષામાં દુર ધકેલી રહ્યા છે. 22 જુલાઇનાં દિવસે લોન્ચ થયા બાદ તેને પેરિજી (પૃથ્વીથી લઘુત્તમ અંતર) 170 કિલોમીટર અને એપોજી (પૃથ્વીથી મહત્તમ અંતર) 45,475 કિલોમીટર પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આજે એટલે કે 2 ઓગષ્ટે બપોરે 3 વાગ્યે ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપુર્વક ચોથી વખત પરિવર્તન કરવામાં આવ્યું. હવે તેની પેરિજી 277 કિલોમીટર અને એપોજી 89,472 કિલોમીટર કરી દેવાઇ છે. હાલ 6 ઓગષ્ટ સુધી પૃથ્વીની ચારેતરફ ચંદ્રયાન 2નાં ઓર્બિટને બદલવામાં આવશે.
ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી

નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO)  ના વૈજ્ઞાનિક પોતાનાં મૂન મિશન Chandrayaan-2 ને સતત પૃથ્વીની કક્ષામાં દુર ધકેલી રહ્યા છે. 22 જુલાઇનાં દિવસે લોન્ચ થયા બાદ તેને પેરિજી (પૃથ્વીથી લઘુત્તમ અંતર) 170 કિલોમીટર અને એપોજી (પૃથ્વીથી મહત્તમ અંતર) 45,475 કિલોમીટર પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આજે એટલે કે 2 ઓગષ્ટે બપોરે 3 વાગ્યે ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપુર્વક ચોથી વખત પરિવર્તન કરવામાં આવ્યું. હવે તેની પેરિજી 277 કિલોમીટર અને એપોજી 89,472 કિલોમીટર કરી દેવાઇ છે. હાલ 6 ઓગષ્ટ સુધી પૃથ્વીની ચારેતરફ ચંદ્રયાન 2નાં ઓર્બિટને બદલવામાં આવશે.

More details please see https://t.co/lbI3ic8ADk

A view from Control Centre at ISTRAC, Bengaluru pic.twitter.com/R6S8utY7Mw

— ISRO (@isro) August 2, 2019

કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના
22 જુલાઇએ લોન્ચ બાદથી જ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા ચાલુ થઇ ચુકી છે. લોન્ચિંગની 16.23 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી આશરે 170 કિલોમીટરની ઉંચાઇ પર જીએસએલવી-એમકે 3 રોકેટતી અલગ થઇને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવી રહી હતી. ઇસરો વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2નાં લોન્ચ મુદ્દે ઘણા પરિવર્તન કર્યા હતા. 

આ અગાઉ ચંદ્રયાન-2ની કક્ષામાં કરવામાં આવ્યું પરિવર્તન
29 જુલાઇએ બપોરે 2.30 વાગ્યે ચંદ્રયાન-2ની પેરિજી 276 કિલોમીટર અને એપોજી 71,792 કિલોમીટર કરવામાં આવી હતી. 25-26 જુલાઇ દરમિયાન રાત્રે 01.08 વાગ્યે ચંદ્રયાન-2ની પેરિજી 251 કિલોમીટર અને એપોજી 54,829 કિલોમીટર કરી દેવાઇ હતી. 24 જુલાઇ બપોરે 02.52 વાગ્યે ચંદ્રયાન 2ની પેરિજી 230 કિલોમીટર અને એપોજી 45,163 કિલોમીટર કરી દેવાઇ હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news