INX મીડિયા: ચિદમ્બરમની જામીન અરજી પર હાઈ કોર્ટે CBIને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો

INX મીડિયા હેરાફેરી કેસ સંલગ્ન સીબીઆઈ કેસમાં આજે કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ.

INX મીડિયા: ચિદમ્બરમની જામીન અરજી પર હાઈ કોર્ટે CBIને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો

નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી કેસ સંલગ્ન સીબીઆઈ કેસમાં આજે કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. પી.ચિદમ્બરમની નિયમિત જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. 

અત્રે જણાવવાનું કે ચિદમ્બરમે હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી છે. આ સાથે જ જ્યુડિશિયલ કસ્ટડીને પણ પડકારી છે. હકીકતમાં રાઉઝ એવન્યુ કોર્ટે ચિદમ્બરમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલ મોકલ્યા હતાં. ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર ખતમ થઈ રહી છે. આ અગાઉ સીબીઆઈ રિમાન્ડને પડકારનારી અરજી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી હતી. 

જુઓ LIVE TV

ચિદમ્બરમ હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાડ જેલમાં બંધ છે. તેમણે ખાસ સીબીઆઈ કોર્ટ અજયકુમાર કુહર દ્વારા અપાયેલા જ્યુડિશિયલ કસ્ટડીના આદેશને પણ પડકાર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમને ગત ગુરુવારે કોર્ટમાં રજુ  કરાયા હતાં. જ્યાં વિશેષ સીબીઆઈ કોર્ટના જજ કુહરે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતાં. કોર્ટે ચિદમ્બરમ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને પણ સ્વીકારી હતી. જેમાં ઝેડ શ્રેણીની સુરક્ષા સાથે એક ખાટલો, બાથરૂમ સાથે એક અલગ સેલ અને દવાઓની મંજૂરી મંગાઈ હતી. 

તેમણે જેલમાં પશ્ચિમ શૈલીના શૌચાલયની પણ માગણી કરી હતી. ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા સંબંધિત ઈડીના કેસમાં સમર્પણ કરવાની મંજૂરી માટે કોર્ટમાં વધુ એક અરજી કરી હતી. કોર્ટે એજન્સીને નોટિસ પાઠવી હતી અને તેના પર સુનાવણી 12 સપ્ટેમ્બરે થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news