રેલવે બાદ ફ્લાઇટ પર સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી બંધ રહેશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના વધતા કેસને જોતો સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને લઇને મોટો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, 15 જૂલાઇ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સેવા પર પ્રતિબંધ રહેશે. નાગરિક વિમાન મહાનિર્દેશક (DGCA)એ શુક્રવારના કહ્યું કે, તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી (International Flights) ફ્લાઇટ્સના પ્રતિબંધને 15 જૂલાઇ સુધી વધારી રહ્યાં છે પરંતુ પસંદગીના માર્ગો પર કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓની પરવાનગી સ્થિતિના આધારે આપવામાં આવી શકે છે.
ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે 23 માર્ચના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સેવાઓ રદ કરવામાં આવી હતી. ડીજીસીએ તરફથી જારી એક પ્રેસ રિલીઝ અનુસાર, વિભાગે આ નિર્ણય કર્યો છે કે, ભારતથી આતંરરાષ્ટ્રીય વ્યાવસાયિક યાત્રી સેવાઓની અવરજવર 15 જૂલાઇ, 2020ની રાત્રીના 11:59 વાગ્યા સુધી રદ રહેશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કે, સ્થિતિના આધારે પસંદગીના માર્ગો પર આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઈટ્સને પરવાનગી આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો:- કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ
એર ઇન્ડિયા અને અન્ય ખાનગી ડોમેસ્ટિક એરલાઇન્સ વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા અને અહીં ફસાયેલા વિદેશીઓને તેમના દેશ પહોંચાડવા માટે 6 મેના મિશનની શરૂઆત કરી હતી. ભારતે બે મહિનાના સમયગાળા બાદ 25 મે સુધી ડોમેસ્ટિક યાત્રી ફ્લાઇટ્સ સેવાઓ બંધ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે