Human Rights Day 2019 : જાણો 10 ડિસેમ્બરે શું કામ ઉજવાય છે માનવાધિકાર દિવસ
મનુષ્ય તરીકે આપણા કેટલાક અધિકાર છે જેને કોઈ સરકાર અંત નથી લાવી શકતી. જોકે ઘણીવાર યુદ્ધ જેવી સ્થિતિમાં આનું ઉલ્લંઘન થાય છે અને એ માટે અધિકારોનું રક્ષણ જરૂરી છે
Trending Photos
નવી દિલ્હી : મનુષ્ય તરીકે આપણા કેટલાક અધિકાર છે જેને કોઈ સરકાર અંત નથી લાવી શકતી. જોકે ઘણીવાર યુદ્ધ જેવી સ્થિતિમાં આનું ઉલ્લંઘન થાય છે અને એ માટે અધિકારોનું રક્ષણ જરૂરી છે. આ સંજોગોમાં 10 ડિસેમ્બરે આખી દુનિયામાં માનવાધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્રના 56 સભ્યોએ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સને અપનાવ્યા હતા અને એટલે જ આ દિવસની ઉજવણી માનવાધિકાર દિવસ તરીકે કરવામાં આવે છે.
કેવી રીતે કરાય છે ઉજવણી?
આ દિવસે માનવાધિકારના ફિલ્ડમાં કામ કરવા માટે પાંચ વર્ષીય સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર તેમજ નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં તેમજ અન્ય જગ્યા પર કાર્યક્રમોનું આયોજન થાય છે જેમાં માનવાધિકાર પર પ્રકાશ ફેંકવામાં આવે છે. માનવાધિકાર હકીકતમાં શું છે એ જાણવાનું રસપ્રદ સાબિત થશે. માનવાધિકાર અંતર્ગત લોકોને ભોજન, કપડા, મકાન તેમજ શિક્ષણની પાયાની જરૂરિયાતો પુરી કરવા માટે જરૂરી સાધનની ગેરંટી આપવામાં આવે છે. ઘણીવાર સત્તાના નશામાં સરકાર કે પછી સરકારી ઓથોરિટી લોકોનું ઉત્પીડન કરે છે. આ સંજોગોમાં માનવાધિકાર લોકોને જીવન, આઝાદી, સમાનતા અને સુરક્ષાની બાંહેધરી આપે છે.
માનવાધિકાર દિવસ 2019ની થીમ
આ વર્ષની થીમ 'સ્થાનિક ભાષાનું વર્ષ : માનવાધિકાર સંસ્કૃતિને પ્રોત્સાહન અને મજબૂતી પ્રદાન'નું છે. માનવામાં આવે છે કે માનવાધિકાર માટે ઇસ પૂર્વે કામ કરવામાં આવ્યું હતું. આ સમયે સાઇરસ મહાનની સેનાએ બેબીલોનમાં જીત મેળવી હતી અને એ સમયે સાઇરસે ગુલામોને આઝાદી આપી દીધી હતી. એ સમયે તેમણે જાહેરાત કરી હતી કે દરેક લોકોને પોતાનો ધર્મ પસંદ કરવાની આઝાદી છે. દુનિયાના ટોચના આઠ દેશોમાંથી પાંચ દેશોમાં વોટ દેવાની આઝાદીને સૌથી મહત્વનો અધિકાર ગણવામાં આવ્યો છે. જર્મનીમાં બોલવાની આઝાદીને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે.
દક્ષિણ આફ્રિકાનો માનવાધિકાર દિવસ
દક્ષિણ આફ્રિકામાં 21 માર્ચે માનવાધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે જેની પાછળ ઇતિહાસની બહુ જ બર્બર અને દર્દનાક ઘટના છે. આ ઘટનાને શોર્પવિલે નરસંહારના નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના શોર્પવિલે શહેરમાં અશ્વેત લોકોએ સરકારની રંગભેદ નીતિ વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે અશ્વેત લોકો સામે ગોળીબાર કર્યો હતો જેમાં 250 લોકોના મોત થયા હતા અને કેટલાક જખ્મી થઈ ગયા હતા. દક્ષિણ આફ્રિકાના ઇતિહાસનું સૌથી પહેલું હિંસક પ્રદર્શન હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે