ગુજરાતમાં બેંક કર્મચારીઓ માટે આફત બન્યો કોરોના, એક મહિનામાં કોવિડથી 30 થી વધુના મોત
બેંકના એક મુખ્ય કર્માચારી યૂનિયને દાવો કર્યો છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 15,000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. બીજી લહેર દરમિયાન છેલ્લા એક મહિનામાં 30 થી વધુ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ: બેંકના એક મુખ્ય કર્માચારી યૂનિયને દાવો કર્યો છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 15,000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. બીજી લહેર દરમિયાન છેલ્લા એક મહિનામાં 30 થી વધુ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહા ગુજરાત બેંક કર્મચારી યૂનિયને (એમજીબીઈએ) રોકડ ઉપાડના કલાકોમાં ઘટાડો, વધારે રજાઓ અને કામના કલાકોમાં છૂટછાટની માંગ કરી છે.
ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન સાથે સંકળાયેલા યૂનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. એમજીબીઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 9,964 બેંક શાખાઓમાં 50,000 બેંક કર્મચારીઓ કાર્યરત છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 હવા દ્વારા ફેલાય છે એવા અહેવાલો બાદ બેંક કર્મચારી પણ શાખા પરિસરમાં પ્રવેશ કરવા તેમજ ગ્રાહકો સાથે સંપર્ક કરવાથી ડરે છે.
આ પણ વાંચો:- રાજકીય અને સામાજિક મેળાવડા સંપૂર્ણ બંધ કરાવો, 14 દિવસનું લોકડાઉન લાવવું જોઈએ- ડો.દેવેન્દ્ર પટેલ
યુનિયનનું કહેવું છે કે, છેલ્લા એક મહિના દરમિયાન સંક્રમણને કારણે 30 થી વધુ બેંક કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. ઘણી શાખાઓમાં, તમામ કર્મચારીઓ સંક્રમિત થયા છે. યૂનિયને મુખ્યમંત્રી પાસે કોવિડની બીજી લહેરને ધ્યાનમાં રાખીને બેંક કર્મચારીઓને થોડી રાહત આપવાની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે