મર્ડર પહેલા આરોપીઓ જોઇ ‘દ્રિશ્યમ’ ફિલ્મ, યુવતીને સળગાવી અને કુતરાને દાટી દીધો
આ ફિલ્મની સત્ય ઘટના મિની મુંબઇ ઇન્દોરમાં જોવા મળશે. દ્રિશ્યમ ફિલ્મ જોઇને કોંગ્રેસની નેતા ટ્વિંકલ ડાંગરેનું અપહરણ કરી હત્યાની ઘટનાને પાંચ આરોપીઓએ અંજામ આપ્યો હતો.
Trending Photos
ઇન્દોર: બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગણની દ્રિશ્યમ ફિલ્મની બોક્સ ઓફિસ ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે આ ફિલ્મની સત્ય ઘટના મિની મુંબઇ ઇન્દોરમાં જોવા મળશે. દ્રિશ્યમ ફિલ્મ જોઇને કોંગ્રેસની નેતા ટ્વિંકલ ડાંગરેનું અપહરણ કરી હત્યાની ઘટનાને પાંચ આરોપીઓએ અંજામ આપ્યો હતો. ફિલ્મમાં તો આરોપી ભલે બચી ગયો હતો, પરંતુ ઇન્દોરની ઘટનાને અંજામ આપનારા આરોપીઓની બે વર્ષ પછી પોલીસે ધરપકડ કરી છે.
આડા સંબંધથી ઉદ્દભવતા ઝઘડાના કારણે યુવતીના બે વર્ષ જુના હત્યાકાંડનો ખુલાસો કરતા પોલીસે શનિવારે સ્થાનિક ભાજપના નેતા અને તેના ત્રણ પુત્રો સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ દાવો કરે છે કે આરોપી અજય દેવગણની મુખ્ય ભૂમિકાની જાણીતી પ્રસિદ્ધ થ્રિલર ‘દ્રિશ્યમ’ (2015) જોઇ હત્યાકાંડનું કાવતરું રચ્યું હતું.
ડીઆઇજી હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું કે બાણગંગા વિસ્તારની નિવાસી ટ્વિંકલ ડાગરે (22)ની હત્યા મામલે ભાજપ નેતા જગદીશ કરોતિયા ઉર્ફે કલ્લૂ પહેલવાન (65), તેના ત્રણ પુત્રો અજય (36), વિજય (38) અને વિનય (31) અને તેમના સાથી નીલેશ કશ્યપ (28)ની ધરપકડ કરવામાં આવી છે.
આડા સંબંધો હતા
મિશ્રાએ જણાવ્યું કે અન્યમ મહિલા સાથે પહેલાથી લગ્ન કરેલા કરોતિયાના ટ્વિંકલની સાથે કથિર રીત પર આડા સંબંધો હતા. ટ્વિંક ભાજપ નેતાની સાથે તેના ઘરમાં રહેવા ઇચ્છતી હતી. આ વાત પર ભાજપ નેતાના પરિવારમાં હમેશાં ઝગડા થતા હતા.
વીંછિયાથી મળ્યા સંકેત
મિશ્રાએ કહ્યું કે, ઝગડાથી હેરાન થયેલા કરોતિયા અને તેના પુત્રોએ ટ્વિંકલની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. તેમણે 16 ઓક્ટોબર 2016 તેમણે દારડાથી ગળું દબાવી યુવતીની હત્યા કરી હતી. ત્યાર પછી તેની લાશને સળગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે જે જગ્યાએ યુવતીની લાશ સળગાવવામાં આવી હતી ત્યાંથી પોલીસને તેની વીંછિયા અને બ્રેસલેટ મળ્યું હતું.
કુતરાનો મૃતદેહ મળ્યો
ડીઆઇજીએ જણાવ્યું કે, અમને જાણવા મળ્યું કે આરોપીઓએ હત્યાકાંડનું કાવતરૂ ઘડે તે દરમિયાન દ્રિશ્યમ ફિલ્મ જોઇ હતી. તેમણે આ ફિલ્મના એક દ્રશ્યની જેમ એક જગ્યાએ કૂતરાના મૃતદેહને દફનાવી દીધી હતી. પછી તેઓ ઇરાદાપૂર્વક આ વાત ફેલાવી દીધી હતી કે તેમણે ખાડામાં કોઇનો મૃતદેહ દફનાવી દીધો છે. પોલીસ ઓફીસરે જણાવ્યું કે, જ્યારે પોલીસે તે જગ્યા પર ખોદકામ કર્યું ત્યાંથી કુતરાના મૃતદેહના અવશેષ મળ્યા હતા. તેનાથી પોલીસની તપાસ થોડા સમય માટે બીજા માર્ગે જતી રહી હતી.
મિશ્રાએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક રીતે સમસ્યાનો ઉકેલ લાવવા માટે, કરોતિયા અને તેના બે પુત્રોનું ગુજરાતની એક લેબોરેટરીમાં બ્રેન ઇલેક્ટ્રિકલ એસેસમેન્ટ સહી (બીઇઓએસ) પરીક્ષણ આપવામાં આવ્યું હતું. શહેરના ઇતિહાસમાં કોઈપણ ગુનાહીત ઘટનાનો ઉકેલ લાવવા માટે પ્રથમ વખત બીઇઓએસ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
ભાજપ ધારાસભ્ય પર ઊભા થયા સવાલ
ટ્વિંકલનો પરિવાર રાજ્યની પૂર્વગામી ભાજપ સરકારના રાજમાં આ પાર્ટીને તત્કાલીન ધારાસભ્ય સુદર્શન ગુપ્તા પર કરોતિયા અને તેમના પુત્રોને પોલીસ ‘સંરક્ષણ’ આપવાનો આરોપ લગાવી રહ્યાં છે. જો કે, આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડીઆઈજીએ જણાવ્યું હતું કે આ કેસમાં ગુપ્તાની કોઈ ભૂમિકા અંગે પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે