ગડકરીની વાત પર અમિત શાહે આપ્યું આવું રિએક્શન, જુઓ વીડિયો

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને લઇ આકરા પ્રહાર કર્યા હતા. ગડકરીએએ કહ્યું કે જે લોકો (વિપક્ષી પાર્ટી) એક-બીજાને જોવાનું પસંદ નથી કરતા તેઓ હવે ભાજપથી ભયભીત થઇને એક થઇ રહ્યાં છે.

ગડકરીની વાત પર અમિત શાહે આપ્યું આવું રિએક્શન, જુઓ વીડિયો

નવી દિલ્હી: પોતાની ઉત્કર્ષ ભાષણો માટે ઓળખાતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને લઇ આકરા પ્રહાર કર્યા હતા. ગડકરીએએ કહ્યું કે જે લોકો (વિપક્ષી પાર્ટી) એક-બીજાને જોવાનું પસંદ નથી કરતા તેઓ હવે ભાજપથી ભયભીત થઇને એક થઇ રહ્યાં છે. આ મહાગઠબંધનની પાછળ કિંગમેકર ભગવા પાર્ટી છે.

ભાદપના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના છેલ્લા દિવસે કેન્દ્રીય મંત્રી ગડકરીએ હિન્દી ફિલ્મના સોન્ગની પંક્તિઓ ‘‘જબ ભી જી ચાહે તબ નઇ દુનિયા બસા લેતે હે લોગ, એક ચેહરે પર કઇ ચેહરે લગા લેતે હે લોગ’’ સંભળાવીને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પર કટાક્ષ કર્યો હતો. આ સાંભળીને મંચ પર હાજર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાને હસવાથી રોકી શક્યા ન હતા. ગડકરીએ વધુમા કહ્યું કે ભલે કેટલીય વિપક્ષી પાર્ટીઓ મહાગઠબંધનમાં સામેલ થઇ જાય, આગામી લોકસભા ચૂંટણીમાં તેમની હાર નક્કી છે અને ભાજપની જીત નક્કી છે. તમે પણ જુઓ વીડિયો...

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રાજકીય દરખાસ્ત રજૂ કહ્યું કે, ‘‘જે ક્યારેક એક-બીજાને ‘પ્રણામ’ પણ કરતા ન હતા, તેઓ એક સાથે આવી ગયા છે. હકીકતમાં અમે તેમની મિત્રતાના સાચા કિંગમેકર છીએ. તેઓ અમારા ભયના કારણે એક સાથે આવ્યા છે. તેમનો કોઇ સિદ્ધાંત નથી. ભલેને પછી તેઓ મહાગઠબંધન બનાવી રહ્યાં છે. તેઓ તકવાદી છે. તેમને કોઇ શરમ નથી. તેમની હાર નક્કી છે, અમને હરાવવા માગે છે. અમે સાહસી લોકો છીએ અને તેમની હાર સુનિશ્ચિત કરીશું.’’

તેમણે કહ્યું કે, ભલે કેટલીય પાર્ટીઓ વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ થઇ જાય, ભલેને અમારી સામે કેટલાય ખોટા આરોપ લગાવે, આ તે લોકો છે જે ભ્રષ્ટાચાર અને જાતિવાદની રાજનીતિમાં સામેલ છે. અમે તેમને હરાવીશું.

ગડકરીએ રાફેલ જેટ ડીલને લઇને મોદી સરકાર પર નિશાના સાધવા અને પ્રધાનમંત્રીની સામે અપશબ્દોનો ઉપયોગ કરનાર કોંગ્રેસ અને તેમની અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ ભાજપના નેતૃત્વવાળી સરકરાની સિદ્ધિઓને પચાવી શકતી નથી.

ગડકરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે ઘણા મોરચે દેશને બદલી નાખ્યો છે. સમાજિક અને આર્થિક સમાનતા અમારી પ્રતિબદ્ધતાઓથી અને અમે આ મોરચા પર કામ કર્યું છે. અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની જાતિઓને મળતું આરક્ષણમાં કોઇ મુશ્કેલી ઉભી કર્યા વગર અમે ઉચ્ચ જાતીઓના ગરીબ અને આર્થિક રીતથી પછાત લોકોને 10 ટકા અનામત આપી છે.

મંત્રીએ ત્રણ તલાક ખરડાના સંદર્ભમાં કહ્યું કે તે 'આપણી મુસ્લિમ બહેનો' માટે ન્યાયની ખાતરી કરશે.

ગડકરીએ કહ્યું કે વસ્તુ તેમજ સવા ટેક્સ (જીએસટી) અને નોટબંધી મોદી સરકારની મોટી સિદ્ધિઓ છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓથી મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવાનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news