Corona Update: ભારતમાં રિકવરી રેટ 97% એ પહોંચ્યો, 37.5 લાખથી વધુ લોકોએ લીધી રસી
આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,04,34,983 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,858 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે. આજે દેશમાં સાજા થવાનો દર 97% સુધી પહોંચી ગયો છે જે દુનિયામાં સર્વાધિક સાજા થવાનો દર ધરાવતા દેશોમાંથી એક છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા પણ આજે ઘટીને 1.68 લાખ (1,68,235) થઇ ગઇ છે. આ કારણે કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.56% રહી છે.
આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,04,34,983 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,858 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસની સામે નવા સાજા થતા દર્દીઓનો આંકડો વધારે રહેતો હોવાથી સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત 1 કરોડથી વધારે (10,266,748) છે.
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. 11 સપ્ટેમ્બર, 2020ના રોજ 96,551ના સર્વાધિક સ્તર પછી દેશમાં દૈનિક નવા પોઝિટીવ કેસની સંખ્યા એકધારી ઘટી રહી હોવાતી 1 ફેબ્રુઆરી 2021ના રોજ આ આંકડો ઘટીને માત્ર 11,427 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા મૃત્યુની સંખ્યા 120ના મહત્વપૂર્ણ આંકથી ઘટીને 118 ગઇ છે.
1 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત 37.5 લાખથી વધારે (37,58,843) લાભાર્થીને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં યોજાયેલા 253 સત્રમાં કુલ 14,509 લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં કુલ 69,215 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 86.47% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,730 દર્દી સાજા થયા છે. ત્યારબાદ, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 1,670 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 523 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 11,427 દર્દીઓ સંક્રમિત થયા છે. નવા સંક્રમિતોમાંથી 80.48% દર્દીઓ 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,266 વ્યક્તિઓ સંક્રમિત થઇ છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વધુ 2,585 કેસ જ્યારે કર્ણાટકમાં નવા 522 કેસ પોઝિટીવ નોંધાયા છે. ટોચના બે રાજ્યો એટલે કે કેરળ અને મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કુલ કેસમાંથી 68.71% દર્દી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 76.27% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (40) મૃત્યુ નોંધાયા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં અનુક્રમે વધુ 21 અને 9 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે