ભારતીયોને આ દેશે આપ્યા સારા સમાચાર! જલદી વિઝા ઈશ્યુ કરવામાં આવશે
હાલમાં જ કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાએ ભારતીયોને ઝટકો આપ્યો તો જર્મનીએ વિઝા વિશે એવી માહિતી આપી છે કે ભારતીયોને રાહત થશે. જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને જણાવ્યું કે તેમને ખુબ ગર્વ છે કે હવે વર્તમાન સેવાઓ સાથે જર્મની વિઝા ભારતીય જનતા સુધી વિસ્તરી રહી છે.
Trending Photos
હાલમાં જ કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાએ ભારતીયોને ઝટકો આપ્યો તો જર્મનીએ વિઝા વિશે એવી માહિતી આપી છે કે ભારતીયોને રાહત થશે. જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને જણાવ્યું કે તેમને ખુબ ગર્વ છે કે હવે વર્તમાન સેવાઓ સાથે જર્મની વિઝા ભારતીય જનતા સુધી વિસ્તરી રહી છે. વિઝા ખુબ જ ટૂંક સમયમાં ઈશ્યુ થઈ શકે છે. તેમણે એ પણ નોંધ કરી કે હવે ઓછા સમયમાં જે વિઝા આપવામાં આવે છે તે એક વર્ષ અગાઉ આપવામાં આવતા વિઝા કરતા ઘણા સારા છે.
એકરમેનના જણાવ્યાં મુજબ છેલ્લા કેટલાક સમયમાં વિઝા સેવામાં સુધારો કરવામાં આવ્યો છે. જેને લીધે એપોઈન્ટમેન્ટ માટેનો રાહ જોવાનો સમયગાળો બેથી પાંચ દિવસની વચ્ચેનો રહેશે. અમે ભારતીય જનતા સુધી વિસ્તરણ કરી રહ્યા છીએ. વિઝાના મોરચે વસ્તુઓ પહેલાની સરખામણીએ વધુ સારી છે. જર્મન રાજદૂતના જણાવ્યાં મુજબ જર્મન ચાન્સેલર ઓલાફ શ્લોઝે આ વર્ષે બે વાર ભારત પ્રવાસ કર્યો છે.
ઓસ્ટ્રેલિયા જવું હવે અઘરું બનશે!
બીજી બાજુ ઓસ્ટ્રેલિયા પોતાના વિઝા અને પ્રવાસન નિયમોને કડક બનાવી રહ્યું છે જેથી કરીને ભારતીયોની ચિંતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઓછા કુશળ શ્રમિકો માટે વિઝા નિયમોને કડક કરી રહ્યું છે. આ પગલાંનો હેતું આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં પ્રવાસીઓની સંખ્યાને અડધી કરવાનો છે.
સમાચાર એજન્સી રોયટર્સના એક રિપોર્ટ મુજબ નવી નીતિઓ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અંગ્રેજી પરીક્ષાઓમાં ઉચ્ચ રેટિંગ પ્રાપ્ત કરવા પડશે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં લાંબો સમય રહેવા માંગતા હોય અને બીજીવાર વિઝા માટે અરજી કરશે તો તેમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેયલ ઓનીલે એક મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે અમારી રણનીતિ વધતી પ્રવાસન સંખ્યાને પાછી સામાન્ય કરશે. પરંતુ આ ફક્ત પ્રવાસન સંખ્યા અંગે નથી પરંતુ તે ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે પણ છે.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે ગત અઠવાડિયે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની પ્રવાસન સંખ્યાને 'ટકાઉ સ્તર' પર પાછી લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રવાસનને લઈને એક સિસ્ટમ બનાવવામાં આવી હતી જે તૂટી ગઈ છે. બીજા બાજુ ઓનીલે કહ્યું કે સરકારે વિદેશીઓની સંખ્યા ઓછી કરવા માટે પહેલેથી જ કેટલાક સુધારા કર્યા છે જે પ્રભાવી છે અને તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થશે.
કેનેડા જતાં લોકો માટે માઠા સમાચાર
હવે આગામી 1 જાન્યુઆરી, 2024 થી કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે. કેનેડાની ટ્રુડો સરકારે GIC ની રકમ 20,635 ડોલર કરી દીધી છે. આ રકમ 10 હજાર ડોલરથી બમણી કરીને 20,635 ડોલર કરી છે. જે નવી સ્ટડી પરમિટ અરજીઓ માટે લાગૂ પડશે. તેમજ ઓફ કેમ્પસ વર્ક અવર્સ વધારીને પ્રતિ સપ્તાહ 30 કલાક કરવા વિચારણા ચાલી રહી છે.
UK VISA કે રહેવાના સપનાં છોડી દો!
બ્રિટનમાં ઋષિ સુનક સરકારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો છે, જેમાં વિઝાને લઈને 5 નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. બ્રિટનમાં સ્થાયી થવા, નોકરી કરવા અને અભ્યાસ કરવા માગતા લોકો માટે આ કાયદા ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે છે. નિયમો કડક કરીને આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલા ઈમિગ્રેશનને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવાર, 4 ડિસેમ્બરે રજૂ કરાયેલું બિલ વિદેશી કામદારોના પગારમાં વધારો કરે છે પરંતુ પરિવારના આશ્રિત તરીકે સમાવેશ માટેના નિયમોને કડક બનાવે છે. જો કોઈ વ્યક્તિ બ્રિટનમાં વર્કિંગ વિઝા મેળવવા માંગે છે, તો તેનો મૂળ પગાર 38,700 પાઉન્ડ (આશરે રૂ. 40 લાખ) હોવો જોઈએ, જે પહેલાં 26,000 પાઉન્ડ (આશરે રૂ. 27 લાખ) હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે