સરકારની ચીન સામે પ્રથમ મોટી કાર્યવાહી, ડ્રેગનની કમર તોડવા કરી તૈયારી

ચીનની સામે હવે સરકારે કડક પગલા ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેની શરૂઆત પણ ભારતીય રેલવેએ કરી છે. જેની એખ સહયોગી કંપનીએ ચીનની કંપનીથી તેના 471 કરોડ રૂપિયાનો કરાર ખતમ કર્યો છે. ગલવાન ખાડીમાં 20 સૈનિકોના શહીદ થવા પર સમગ્ર દેશમાં ચીન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બોયકોટ ચીનના નારા દરેક જગ્યાએ સાભળવા મળી રહ્યાં છે.
સરકારની ચીન સામે પ્રથમ મોટી કાર્યવાહી, ડ્રેગનની કમર તોડવા કરી તૈયારી

નવી દિલ્હી: ચીનની સામે હવે સરકારે કડક પગલા ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેની શરૂઆત પણ ભારતીય રેલવેએ કરી છે. જેની એખ સહયોગી કંપનીએ ચીનની કંપનીથી તેના 471 કરોડ રૂપિયાનો કરાર ખતમ કર્યો છે. ગલવાન ખાડીમાં 20 સૈનિકોના શહીદ થવા પર સમગ્ર દેશમાં ચીન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બોયકોટ ચીનના નારા દરેક જગ્યાએ સાભળવા મળી રહ્યાં છે.

2016માં થયો હતો કરાર
ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (DFCCIL)એ બેઇજિંગ નેશનલ રેલેવ રિસર્ચ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન્સ ગ્રુપ કંપની લિમિટેડ સાથે 2016માં એક કરાર કર્યો હતો. તેના અંતર્ગત કાનપુર અને દીન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનના સેક્શનની વચ્ચે 417 કિલોમીટર રેલવે ટ્રેક પર સિગ્નલ સિસ્ટમ લગાવવાનો હતો.

રેલવેએ કાનપુર અને મુગલસરાય વચ્ચે 417 કિલોમીટર લાંબા ખંડ પર સિગ્નલ તેમજ ટેલિકમ્યુનિકેશન્સના કામમાં ધીમી પ્રગતિના કારણે ચીનની એક કંપનીનો કરાર રદ કરવાનો નિર્ણય લીધો છે.

માલગાડીઓની અવરજવર માટે સમર્પિત આ ખંડ ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નામથી ઓળખવામાં આવે છે. રેલવેએ કહ્યું કે કંપનીના 2019 સુધી કામ પૂર્ણ કરવાનું હતું, પરંતુ અત્યાર સુધી માત્ર 20 ટકા જ કામ પુર્ણ થયું છે.

સરકારે BSNLને આપ્યો આ આદેશ
આ સાથે જ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે બીએસએનએલની ફોર જી (4G) સેવાઓમાં ચાઈનીઝ ઉપકર્ણોના પ્રયોગ પર નિર્ભરતા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સરકારી સૂત્રોએ કહ્યું કે મંત્રાલયે બીએસએનએલને આદેશ કર્યો છે કે, સુરક્ષા કારણોથી તે ચાયનીઝ ઉપકર્ણોનો ઉપયોગ ઘટાડે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિભાગે ટેન્ડર પર બીજીવાર કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે ખાનગી ટેલિકોમ કંપનીઓથી પણ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકર્ણો પર નિર્ભરતા ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકર્ણોની નેટવર્ક સિક્યોરિટી હમેશા શંકાસ્પદ હોય છે.

ત્યારે વ્યાપારિક સંગઠન કેટે ચીની ઉત્પાદોનો બહિષ્કાર અને ભારતીય વસ્તુઓનો ઉપયોગ વધારવા પર રાષ્ટ્રિય અભિયાનને વધુ તેજ કરવાનો નિર્ણય કર્યો છે.  સંગઠને 500 સામનોની યાદી તૈયાર કરી છે, જેને ચીનથી નહીં મંગાવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news