રેલવેનું બ્લંડર..!, કન્ફર્મ ટિકિટ બાદ પણ મુસાફરોની સીટ ન મળી...તમારી સાથે પણ થઈ શકે છે આવું
Indian Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ક્યારેય એવું બન્યું કે, તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા સીટ ન મળી. આ વાત માનવામાં ન આવે. પરંતુ યુપીના લખનઉ અને બનારસ વચ્ચે દોડનારી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આવી ઘટના સામે આવી છે. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...
Trending Photos
Indian Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ક્યારેય એવું બન્યું કે, તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા સીટ ન મળી. આ વાત માનવામાં ન આવે. પરંતુ યુપીના લખનઉ અને બનારસ વચ્ચે દોડનારી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આવી ઘટના સામે આવી છે. જેમાં મુસાફર પાસે કન્ફર્મ ટિકિટ હોવા છતા સિટ નહોતી મળી.
મળતી માહિતી અનુસાર વિજય કુમાર શુક્લા પોતાના ભાઇ સાથે ટ્રેન નંબર 14204 લખનઉ-વારાણસી ઇન્ટરસિટી એકસ્પ્રેસ ટ્રેનમાં મુસાફરી માટે તૈયાર હતા. સી1 કોચમાં 74 અને 75 નંબરની કન્ફર્મ સીટ હતી. પરંતુ કોચમાં ચઢ્યા બાદ ખબર પડી કે, કોચમાં માત્ર 1થી 73 જ સીટ હતી.
મુસાફરે આ બાબતની અરજી સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને કરી હતી. જો કે, બાદમાં વિજય શુક્લા અને તેમના ભાઇને સીટ આપવામાં આવી હતી. ટીટીઇ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ સી1 સિવાયના અન્ય કૉચમાં 75 સીટ હતી પરંતુ ઇન્ટરસિટીના જે કૉચમાં સીટ આપવામાં આવી હતી તેમાં માત્ર 73 સીટ હતી.
આ વીડિયો પણ ખાસ જુઓ...
ટીટીઇના જણાવ્યા મુજબ રેલવેનું સર્વર 75 સીટ બતાવી રહ્યું હતું. પરંતુ આવી ઘટનાઓ બાદ ટીટીઇને યાત્રિકોની નારાજગીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર ઘટના અંગે ઉપરી અધિકારીએ જણાવ્યું કે, આ મામલો અમારા ધ્યાનમાં છે. જેનું નિવારણ લાવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે