હજારો કિમી દૂર સમુદ્રમાં ફસાયેલા મર્ચંટ નેવીના જહાજ માટે દેવદૂત બની ગઇ ઇન્ડીયન નેવી
Trending Photos
મુંબઇ: ભારતીય નૌસેના (Indian Navy) ને સમુદ્રના બાહુબલી કહેવામાં આવે છે. જ્યારે પણ આસપાસના સમુદ્રી વિસ્તારોમાં કોઇ સંકટ આવે છે. ત્યારે ઇન્ડીયન નેવી જ મોટાભાગે પહેલી રક્ષક સાબિત થાય છે. નેવીએ એવા જ એક સાહસિક ઓપરેશનમાં દેશની સીમાથી હજારો કિમી દૂર સમુદ્રમાં ફસાયેલા ઓમાન એક્ટ મર્ચન્ટ નેવી શિપને શોધીને તેને ડૂબતાં બચાવી લીધી.
9 માર્ચના રોજ ઓમાન સાગરમાં ફસાયું જહાજ
સૂત્રોના અનુસાર 9 માર્ચના રોજ ઓમાન સાગર (Oman Sea) માં યાત્રા દરમિયાન માલવાહક જહાજ એમ.વી.નયન પાવર જનરેશન મશીનરી, નેવિગેશનલ અને અન્ય ઉપકરણ ખરાબ થઇ ગયા હતા. જેના લીધે તેનું એન્જીન ઠપ્પ થઇ ગયું અને તે સમુદ્રમાં તણાવવા લાગ્યું. ત્યારબાદ જહાજના કેપ્ટનએ પોતાના વાયરલેસ સેટ પર એસઓએસ કોલ મોકલ્યો. આ ઇમરજન્સી સંદેશ ભારતીય નૌસેના (Indian Navy) એ પણ સાંભળ્યો અને તાત્કાલિક તે બચાવ કાર્યમાં સક્રિય થઇ ગઇ.
નેવીએ વિમાન વડે જહાજને શોધી કાઢ્યું
નેવી ઓફિસરોએ ઓમાન સાગરમાં ફસાયેલા આ જહાજને શોધવા (Rescue Operation) માટે પોતાની દેખરેખ વિમાન ઉડાવ્યું. આ વિમાને થોડીવારની ઉડાન બાદ સમુદ્રમાં વહેતા મર્ચેંટ નેવી ના જહાજને શોધી કાઢ્યું. ત્યારબાદ તે જહાજની મદદ માટે નેવીએ આઇએનએસ તલવાર યુદ્ધપોતને તાત્કાલિક ઓમન સાગર તરફ રવાના કરવામાં આવ્યું. આ જહાજ પર વિઝિટ બોર્ડ, શોધ, જપ્તી ટીમ અને એક ટેક્નિકલ ટીમને મોકલવામાં આવી હતી. આ અવસર પર પહોંચીને ભારતીય નૌસૈનિક લગભગ 7 કલાક સુધી કામ કરીને પોતાના બે જનરેટર, સ્ટીયરિંગ પંપ, સમુદ્રના પાણીના પંપ, કંપ્રેસર અને મુખ્ય એંજીનને ખરાબ ઉપકરણોથી રિપ્લેસ કરવામાં સફળ રહ્યા.
નેવીના એંજીનિયરોએ જહાજને ઠીક કર્યું
નેવી (Indian Navy) ના એંજીનિયરોએ એમ.વી. નયન (MV Nayan) માં નેવિગેશનમાં ઉપયોગ થનાર ઉપકરણો જેવા કે જીપીએસ અને લાઇટ્સને સંચાલિત કરવામાં પણ મદદ કરી. આ ઉપરાંત જહાજને ઠીક કરીને ઇરાક તરફ આગળની યાત્રા માટે રવાના કરી દેવામાં આવ્યું. ભારતીય નૌસેના તરફથી તાત્કાલિક મદદ મળી જતાં મર્ચેંટ નેવી શિપના ડેક પર હાજર કર્મીઓનો જીવ બચી ગયા. તેમણે આ તાત્કાલિક મદદ માટે ઇન્ડિયન નેવીનો હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે