એક આતંકીનું કબૂલાતનામું; ફરી કરવો હતો ઉરી જેવો હુમલો, સેનાએ Video બહાર પાડીને કર્યો ખુલાસો

ઉરીથી પકડાયેલા આતંકી અલી બાબરે ભારતીય એજન્સીઓની પૂછપરછમાં કહ્યું કે પાકિસ્તાનની આર્મીથી ટ્રેનિંગ લીધા બાદ તે એક મોટો હુમલો કરવા માટે કાશ્મીર આવ્યો હતો.

એક આતંકીનું કબૂલાતનામું; ફરી કરવો હતો ઉરી જેવો હુમલો, સેનાએ Video બહાર પાડીને કર્યો ખુલાસો

નવી દિલ્હી: ઉરીથી પકડાયેલા આતંકી અલી બાબરે ભારતીય એજન્સીઓની પૂછપરછમાં કહ્યું કે પાકિસ્તાનની આર્મીથી ટ્રેનિંગ લીધા બાદ તે એક મોટો હુમલો કરવા માટે કાશ્મીર આવ્યો હતો. અત્રે જણાવવાનું કે આ આતંકવાદીને ગઈ કાલે ભારતીય સેનાએ પોતાના સકંજામાં લઈ લીધો હતો. 

સેનાએ વીડિયો બહાર પાડ્યો
ઉરીમાં પકડાયેલા આતંકી અલી બાબરનો એક વીડિયો સેનાએ બહાર પાડ્યો છે. આ વીડિયોમાં આતંકી અલી  બાબર કહે છે કે તેને પાકિસ્તાને કાશ્મીરમાં મોટો આતંકી હુમલો કરવા માટે મોકલ્યો છે. આ વીડિયોમાં આતંકી એમ પણ કહે છે કે તેણે પાકિસ્તાની સેના પાસેથી ટ્રેનિંગ લીધી છે. 

ભારતીય જવાનોની સતર્કતા
18 સપ્ટેમ્બરના રોજ સેનાએ એલઓસીના ઉરી સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાનથી થયેલી આ ઘૂસણખોરીમાં 6 આતંકીઓ સામેલ હતા. ભારતીય સેનાના જવાનોએ તેમને લલકાર્યા તો 4 આતંકીઓ પાછા પાકિસ્તાનની સરહદમાં ભાગી ગયા. આ દરમિયાન બે આતંકીઓ ભારતીય સહરદમાં દાખલ થઈ ગયા. આ બંનેની શોધમાં સેનાએ એલઓસી પર કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું હતું. 

उरी जैसा बड़ा हमला दोहराना चाहते थे आतंकी, सेना ने वीडियो जारी करते हुए किया खुलासा

આ રીતે મળી સફળતા
25 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ આ બંને આતંકીઓને ઉરીના સલામાબાદ નાળામાં ઘેરી લીધા હતા. પોતાને ઘેરાતા જોઈને બંને આતંકીઓએ ભારતીય સૈનિકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો. પરંતુ 26 સપ્ટેમ્બરની સવારે ભારતીય સેનાએ એક આતંકીને ઠાર કર્યો. ત્યારબાદ પોતાના સાથીના મોતથી ગભરાયેલા બીજા આતંકીએ સેના સામે સરન્ડરની અપીલ કરી. ત્યારબાદ સેનાના 'ઓપરેશન બલવાન'નું નેતૃત્વ કરી રહેલા જાટ રેજિમેન્ટના કેપ્ટન મુશ્તાકે આતંકીનું સરન્ડર મંજૂર કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news