Live: ભારતીય વાયુસેનાએ PoKમાં કેવી રીતે કરી સર્જિકલ સ્ટ્રાઇક-2, થોડીવારમાં થશે ખુલાસો
ભારતીય વાયુસેનાની તરફથી કરવામાં આવેલી ‘સર્જિકલ સ્ટ્રાઇક-2’માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ બ્લાસ્ટ કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાથી નારાજ ભારતની તરફથી મગંળવારે સવારે PoKમાં જૈશના પ્રમુખ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાની તરફથી કરવામાં આવેલી ‘સર્જિકલ સ્ટ્રાઇક-2’માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ ‘સર્જિકલ સ્ટ્રાઇક-2’ને લઇને ભારતીય સેના અને ભારતીય વાયુસેના થોડા સમય બાદ એક પ્રેસ કોન્ફેન્સ કરશે અને જાણાકરી આપશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાએ 12 મિરાજ-2000 લડાકુ વિમાનોએ જૈશના આતંકી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે વિસ્ફોટક બ્લાસ્ટ કર્યા છે. આ વિસ્ફોટકોએ જૈશના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે. પુલવામા હુમલા બાદ થયેલી કાર્યવાહી પાકિસ્તાને પણ સ્વિકારી છે. પાકિસ્તાની સેનાએ સ્વિકાર્યું છે કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઇ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે દાવો કર્યો છે કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા.
વધુમાં વાંચો: ભારતના વલણથી ગભરાયું પાક., કહ્યું- ‘પાકિસ્તાનને અલગ-થલગ કરવાનું સપનું ક્યારે પૂરુ નહીં થાય’
ત્યારબાદ એક અન્ય ટ્વિટમાં ગફ્ફૂરે લખ્યું કે, ભારતીય વાયુસેનાએ મુજફ્ફરાબાદ સેક્ટરથી ઘુસવાનો પ્રયત્ન કર્યો છે, સમય રહેતા પાકિસ્તાની એરફોર્સે જવાબી કાર્યવાહી કરી છે. ત્યારબાદ તેઓ બાલકોટની તરફ પરત ફર્યા હતા. કોઇ પ્રકારની જાનહાની થયા હોવાના સમાચાર મળ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે