IAF માં ઓફિસર બનવાનું સપનું કરો પુરૂ, આજે છે અરજી કરવાની છેલ્લી તારીખ, જલદી કરો એપ્લાય
IAF AFCAT Recruitment 2024: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનું સપનું જોતા ઉમેદવારો આ ભરતી પરીક્ષા માટે અરજી કરી શકે છે અને પરીક્ષા પાસ કરીને પોતાનું સપનું પૂરું કરી શકે છે.
Trending Photos
IAF AFCAT Recruitment 2024: ભારતીય વાયુસેના IAF AFCAT 2024 માટે રજિસ્ટ્રેશન આજે, 30 ડિસેમ્બર, 2023 ના રોજ પ્રક્રિયા સમાપ્ત કરશે. જે ઉમેદવારો એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ IAF AFCAT ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
લોન્ચ પહેલાં સામે આવ્યા OnePlus Ace 3 ના સ્પેસિફિકેશન્સ, જાણો ખાસિયતો
WhatsApp માં નંબર એક્સચેંજ કર્યા વિના થશે Chat, આ યૂઝર્સને મળ્યું આ ફીચર
IAF AFCAT Recruitment 2024: ખાલી જગ્યાની વિગતો
આ ભરતી અભિયાન હેઠળ ભારતીય વાયુસેનામાં 317 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે, AFCAT પરીક્ષા 16, 17 અને 18 ફેબ્રુઆરી 2024 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.
Figs Benefits: શિયાળામાં દરરોજ ખાવ અંજીર, મળશે ગજબના ફાયદા, ઇમ્યૂનિટી થશે મજબૂત
આ દાણા કોફી મિક્ષ કરીને પીશો તો જોવા મળશે અદભૂત ફાયદા, ઘટાડી દેશે 5-6 કિલો વજન
IAF AFCAT Recruitment 2024: એલિઝિબિટી ક્રાઇટેરિયા
આ પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10+2 સ્તર પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, ઉમેદવાર ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ સાથે સ્નાતક હોવો જોઈએ.
IAF AFCAT Recruitment 2024: વય મર્યાદા
આ સિવાય ફ્લાઈંગ બ્રાન્ચની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 20 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 20 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓનલાઈન અરજી કરવા માટે, ઉમેદવારોએ નીચે આપેલાસ્ટેપ્સને ફોલો કરે.
ગમ્યું એટલે ખરીદી લીધું એવું નહી! રાશિ પ્રમાણે યૂઝ કરો પર્સ, આ છે તમારો લકી કલર
પીપળાના પાનનો જ્યૂસ કેન્સર હોય કે ડાયાબિટીસ બધુ ભગાડી દેશે, જાણો બનાવવાની રીત
IAF AFCAT Recruitment 2024: અરજી ફી
ઉમેદવારોએ નોંધણી ફી તરીકે 550 રૂપિયા ચૂકવવાના રહેશે. જો કે, NCC સ્પેશિયલ એન્ટ્રી માટે નોંધણી કરાવતા ઉમેદવારોએ ચુકવણી કરવાની જરૂર નથી. વધુ સંબંધિત વિગતો માટે, ઉમેદવારો ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન
IAF AFCAT 2024: જાણો કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
1. સૌ પ્રથમ AFCAT ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જાઓ.
2. ત્યારબાદ હોમપેજ પર આપેલ AFCAT 01/2024 એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
3. હવે તમારી જાતને રજિસ્ટ્રેશન કરો અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધો.
4. તમારું અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
5. છેલ્લે ફોર્મ સબમિટ કરો અને ભાવિ સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.
આ છે ભારતમાં 5 પ્રકારની ટોપ સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર આપે એવી છે સુવિધાઓ
Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે