#IndiaKaDNA: શાહે કહ્યું જ્યારે પણ હુમલો થશે ગોળીનો જવાબ ગોળાથી અપાશે

લોકસભા ચૂંટણી (Lok Sabha elections 2019) ની રાજનીતિક સોગઠાબાજી ગોઠવાઇ ચુકી છે. મોહરા પણ તૈયાર છે પરંતુ મુદ્દાઓ શું હશે જે રાજપથનો રસ્તો નિશ્ચિત કરશે. જો કે આ જ સવાલોનાં જવાબ શોધવા માટે ZEE NEWS ના મંચ પર રાજનીતિકનો મહાસંવાદ #IndiaKaDNA એટલે કે ચોકીદારોનું સૌથી મોટુ સમ્મેલન ચાલુ થઇ ચુક્યું છે. 2019નાં સૌથી મોટા રાજનીતિક મંચ પર આજે સતત તમારા દરેક સવાલનો જવાબ મળશે. 

#IndiaKaDNA: શાહે કહ્યું જ્યારે પણ હુમલો થશે ગોળીનો જવાબ ગોળાથી અપાશે

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha elections 2019) ની રાજનીતિક સોગઠાબાજી ગોઠવાઇ ચુકી છે. મોહરા પણ તૈયાર છે પરંતુ મુદ્દાઓ શું હશે જે રાજપથનો રસ્તો નિશ્ચિત કરશે. જો કે આ જ સવાલોનાં જવાબ શોધવા માટે ZEE NEWS ના મંચ પર રાજનીતિકનો મહાસંવાદ #IndiaKaDNA એટલે કે ચોકીદારોનું સૌથી મોટુ સમ્મેલન ચાલુ થઇ ચુક્યું છે. 2019નાં સૌથી મોટા રાજનીતિક મંચ પર આજે સતત તમારા દરેક સવાલનો જવાબ મળશે. 

દેશનાં હાલનાં સૌથી મોટા પક્ષ ભાજપનાં પ્રમુખ અમિત શાહ આ કોન્કલેવમાં હાજર રહ્યા હતા. અનેક રાજનીતિક મંચના દરેક મોટા ખેલાડીઓ ZEE ન્યૂઝના મંચ પર પોતાના મંતવ્યો આપી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાના DNA' માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, દરેક ચૂંટણી પડકાર છે. ચૂંટણી જીતવી પણ એક પડકાર હોય છે. આ વખતે પણ દેશમાં મોદી લહેર છે અને સમગ્ર દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર હશે. આપણે લોકોની અપેક્ષાના અનુરુપ અને તેનાથી પણ આગળ વધીને કામ કર્યું છે. 

અમિત શાહે કહ્યું કે, દેશનું ગૌરવ વિશ્વમાં એટલું વધશે તેટલું કદાચ લોકોએ કલ્પના પણ નહી કરી હોય. આજે વિશ્વમાં ભારતીય પાસપોર્ટ તર જોવાનું વલણ બદલાઇ ચુક્યું છે. આજે વિશ્વમાં ભારતીય પાસપોર્ટની કિંમત અનેક ગણી વધી છે. તેમણે કહ્યું કે, હાલ ગઠબંધન સંપુર્ણ રીતે થયું નથી. હવે વોટર્સ પોતાનાં મતના માલિક કોઇ અન્યને નથી બનવા દેતા. સ્વાર્થ માટે થઇ રહેલ ગઠબંધન ક્યારે પણ ટકતું નથી. તેમમે કહ્યું કે, દેશની સુરક્ષા દરેક નાગરિક  મહત્વનો મુદ્દો હોવો જોઇએ. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે,  જ્યારે પણ હુમલો થશે ત્યારે ગોળીનો જવાબ ગોળાથી અપાશે. પાકિસ્તાન અને તેના આતંકવાદીઓએ અમારા પર હુમલો કર્યો અને પોતાની આત્મરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ આકરો અને ત્વરીત નિર્ણય લેવાવાળા વ્યક્તિની છે. આજે વિશ્વમાં સંદેશ ગયો કે અમેરિકા અને ઇઝરાયેલ બાદ પોતાનાં સૈનિકો પર થયેલા હુમલાનો બદલો લેવાની શક્તિ ભારતમાં પણ છે.
આ વખતે ભાજપ અને તેના સહયોગી દળોને કેટલી સીટો મળશે તેના સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, ચૂંટણીની જાહેરાત પહેલા હું દેશનાં અનેક જિલ્લાઓમાં થઇને આવ્યો અને તેના પરથી સ્પષ્ટ છે કે ચૂંટણીની જાહેરાત પહેલા હું દેશનાં અનેક જિલ્લાઓમાં પસાર થઇને આવ્યો અને તે સ્પષ્ટ છે કે આ વખતે પણ નરેન્દ્ર મોદી પ્રચંક બહુમતી સાથે આવે, તે જનભાવના છે. 

આર્ટીકલ 35 એ અંગે આપ્યો શાહે જવાબ
અમિત શાહે કહ્યું કે, જ્યાં સુધી આર્ટિકલ 35એનો સવાલ છે, 2020માં રાજ્યસભાનું માનચિત્ર બદલાશે. રાજ્યસભામાં ભાજપ વધારે મજબુત બનશે. તેમણે આગળ કહ્યું કે આજે દેશમાં કોઇ પણ ઘર એવું નથી જ્યાં વિજળી ન પહોંચી હોય.  તેમણે આગળ પણ કહ્યું કે, આજે દેશમાં કોઇ ઘર એવું નથી, જ્યાં વિજળી ન પહોંચી હોય. સ્વાસ્થના ક્ષેત્રમાં પણ મોદી સરકારે કાર્ય કર્યું. તેમનું કામ (કોંગ્રેસ) નારાઓ આપવાનું છે. અમારુ કામ સતત કામ કરતા રહેવાનું છે. 

શાહે કહ્યું કે, અમે અમારા પ્રદર્શનનાં આધારે ચૂંટણી લડીએ છીએ. કોઇની નબળાઇ અમારી સ્ટ્રેન્થ ન હોઇ શકે. ભાજપ અધ્યક્ષે ક્ષેત્રીય દળોને પડકારવા મુદ્દે કહ્યું કે, અનેક રાજ્યોમાં અમે સારુ પ્રદર્શન કર્યું. ભાજપના તમામ  પોતાના સંગઠનનો આધાર બનાવી ચુકી છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તમામ સ્થળો પર છે. 

- અમિત શાહે કહ્યું કે, સ્વાર્થ માટે કરવામાં આવેલા ગઠબંધન ત્યારે પણ સફળ નથી થતા. દેશમાં મહાગઠબંધન જેવી કોઇ વસ્તું નથી. યુપીમાં ગઠબંધન કેવું છે, અન્ય રાજ્યોમાં ગઠબંધનનું સ્વરૂપ બધાને ખબર છે. 
- ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જ્યારે પણ હુમલો થશે, ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે. આત્મરક્ષા માટે હુમલો કરવો અમારો અધિકાર છે. પુલવામા હુમલાના બદલા માટે અમે ચૂંટણી સુધી રાહ જોઇ શકીએ તેમ નહોતા. 
- અમિત શાહે કહ્યું કે, ગઠબંધન થયું જ નથી, બધા જ એક બીજાની વિરુદ્ધ લડી રહ્યા છીએ. 
- ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 ને ભાજપ કાર્યકર્તા હળવામાં નથી લઇ રહ્યા. દરેક ચૂંટણી એક પડકાર હોય છે. આ વખતે પણ દેશમાં મોદી લહેર છે. દેશ કહી રહ્યો છે કે ફરી એકવાર મોદી સરકાર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news