માંકડિંગ વિવાદઃ અશ્વિનના ફોટોની સાથે અંગ્રેજ ખેલાડીએ કરી શરમજનક હરકત

આ વીડિયોમાં એન્ડરસનના હાથમાં અશ્વિનનો એક ફોટો છે, જેને તે એક નાના કટર મશીનમાં નાખે છે અને આખી તસ્વીરના ટૂકડે ટૂકડા થઈ જાય છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
 

 માંકડિંગ વિવાદઃ અશ્વિનના ફોટોની સાથે અંગ્રેજ ખેલાડીએ કરી શરમજનક હરકત

નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન દ્વારા રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલર વિરુદ્ધ માંકડિંગનો પ્રયોગ કર્યા બાદ શરૂ થયેલો વિવાદ પૂરુ થવાનો નામ લેતો નથી. અશ્વિનની આ હરકતની ચારે તરફ આલોચના થઈ તો કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ તેનું સમર્થન પણ કર્યું છે. પરંતુ અશ્વિનના વિરોધમાં ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જેમ્સ એન્ડરસને જે કર્યું તે શરમજનક છે. 

એક વીડિયોમાં જેમ્સ એન્ડરસન આર. અશ્વિનનો ફોટો કાપતો જોવા મળી રહ્યો છે. તેની આ હરકતની ખૂબ ટીક્કા થઈ રહી છે. અશ્વિને જે કર્યું તેની પણ આલોચના થઈ પરંતુ તેની વિરુદ્ધ એન્ડરસનની આ હરકતને પણ યોગ્ય ન ગણાવી શકાય. 

આ વીડિયોમાં એન્ડરનના હાથમાં અશ્વિનનો એક ફોટો છે, જેને તે એક નાના કટર મશીનમાં નાખે છે અને આખી તસ્વીર ફાટી જાય છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

More rows should be settled like this.

— Greg James (@gregjames) March 31, 2019

શું છે માંકડિંગ વિવાદ?
રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે 25 માર્ચે રમાયેલા આઈપીએલના મેચમાં હેરાન કરતી ઘટના જોવા મળી હતી. પંજાબના કેપ્ટન અને બોલર અશ્વિને બોલ ફેંક્યા વિના નોન સ્ટ્રાઇકિંગ છેડે ઉભેલા જોસ બટલરને રનઆઉટ કરીને માંકડિંગ વિવાદને જન્મ આપ્યો હતો. તેણે આઉટ કર્યા પહેલા બટલરને ચેતવણી ન આપી હતી. ત્યારબાદ દિગ્ગજ ખેલાડીઓ સહિત ક્રિકેટ કાયદાના સંરક્ષક મનારા મેરોલબોન ક્રિકેટ ક્લબે અશ્વિનની આ હરકતને રમત ભાવનાથી વિરુદ્ધ ગણાવી હતી. 

શું હોય છે Mankading?
મેચમાં બીજા છેડે ઉભેલ બેટ્સમેન જો બોલરના હાથમાંથી બોલ છૂટ્યા પહેલા ક્રીઝની બહાર નીકળી જાય તો તેને રન આઉટ કરવાને  Mankading  કહે છે. ભારતીયોમાં કપિલ દેવે આફ્રિકાના પીટર કર્સ્ટનને 1992/93ની સિરીઝ દરમિયાન Mankading આઉટ કર્યો હતો. તો ડોમેસ્ટિક ક્રિકેટમાં મુરલી કાર્તિકે બંગાળના સંદીપન દાસને રણજી ટ્રોફીની મેચ દરમિયાન આ રીતે આઉટ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news