દરેક જગ્યાએ ખોટો નક્શો દેખાડી રહ્યું છે WHO, ભારતે ત્રીજીવાર આપી ચેતવણી

WHO Showing incorrect map of India: WHOના નક્શામાં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને બાકી ભારતથી અલગ શેડમાં દેખાડવામાં આવ્યા છે. આ સિવાય 5168 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ શક્સગામ ઘાટી જેને પાકિસ્તાને 1963માં ગેરકાયદેસર રૂપે ચીનના હવાલે કરી દીધું હતું, તેને ચીનનો ભાગ દેખાડવામાં આવ્યો છે.
 

દરેક જગ્યાએ ખોટો નક્શો દેખાડી રહ્યું છે WHO, ભારતે ત્રીજીવાર આપી ચેતવણી

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના માનચિત્રોમાં ભારતની સરહદોને ખોટી રીતે દેખાડવામાં આવી રહી છે. ભારતે તેના પર આકરો વિરોધ વ્યક્ત કરતા WHO ચીફ ટેડ્રોસ એડહાનોમને પત્ર લખ્યો છે. એક અખબારના રિપોર્ટ અનુસાર પત્રમાં કડક શબ્દોમાં કહેવામાં આવ્યું કે, ખોટા નક્શામાં તત્કાલ સુધાર કરી લેવામાં આવે. ભારત તરફથી આ મુદ્દા પર પાછલા એક મહિનામાં WHOને લખવામાં આવેલો આ ત્રીજો પત્ર છે. આ પહેલા ડિસેમ્બરમાં બે વાર WHO ચીફને પત્ર લખવામાં આવ્યો હતો. પાછલા સપ્તાહે યૂએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ઇંદ્ર મણિ પાન્ડેયે WHO ચીફને આ વિશે જાણકારી આપી હતી. 

ભારતે સ્પષ્ટ કર્યું છે કે WHOના પોર્ટલ્સ પર રહેલા વીડિયો અને મેપ્સમાં તેમની સરહદોને યોગ્ય રીતે દર્શાવવામાં આવી રહી નથી. એક અહેવાલ પ્રમાણે 8 જાન્યુઆરીએ WHO ચીફને લખેલાપત્રમાં પાન્ડેયે લખ્યુ, 'હું WHOના અલગ-અલગ વેબ પોર્ટલ્સ પર નક્શામાં ભારતની સરહદોને ખોટી રીતે દર્શાવવા પર ખુબ નારાજગી જાહેર કરુ છું. આ મામલામાં તમને WHOને મોકલવામાં આવેલા અમારા પાછલા સંદેશાની યાદ અપાવવા ઈચ્છીશ જેમાં અમે આ ભૂલની વાત કરી હતી. હું તમને આ મામલામાં તત્કાલ દખલ આપીને ભારતની સરહદોને ખોટી રીતે પ્રદર્શિત કરવાનું બંધ કરવા વિનંતી કરુ છું. મહેરબાની કરીને સાચા નક્શાનો પ્રયોગ કરો.'

WHOના મેપમાં શું છે ભૂલ?
WHOના નક્શામાં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને બાકી ભારતથી અલગ શેડમાં દેખાડવામાં આવ્યા છે. આ સિવાય 5168 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ શક્સગામ ઘાટી જેને પાકિસ્તાને 1963માં ગેરકાયદેસર રૂપે ચીનના હવાલે કરી દીધું હતું, તેને ચીનનો ભાગ દેખાડવામાં આવ્યો છે. 1954માં ચીને જે અક્સાઈ ચિન ક્ષેત્ર પર કબજો કર્યો, તેને બ્લૂ સ્ટ્રિપ્સમાં દેખાડવામાં આવ્યો છે. WHO આવા કલરમાં ચીની ક્ષેત્રને દર્શાવે છે.

ભારતીય કાયદા પ્રમાણે દેશનો ખોટો નક્શો છાપવો ગુનો છે. તે માટે છ મહિનાની જેલ અને દંડની જોગવાઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, WHOના કોવિડ-19 ટ્રેકર જેનો વિશ્વમાં ખુબ ઉપયોગ કરવામાં આવે છે, તેમાં ખોટા નક્શાનો ઉપયોગ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. WHO અને ચીન વચ્ચે સાંઠ-ગાંઠના આરોપ લાગતા રહ્યાં છે. તેવામાં તેના તરફથી ભારતના નક્શાને ખોટો દેખાડવો પણ શંકાના ઘેરામાં છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news