ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ

સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે  સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ

હેમલ ભટ્ટ/વેરાવળ : સોમનાથ મંદીર આસપાસ 2017 માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભુગર્ભ માં આધુનીક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટ ને એક રીપોર્ટ સોંપવામાં આવ્યો. જેમા સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભુગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમાં હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની 2017 માં દીલ્હી ખાતે એક બેઠક વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાને મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે  સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.

2017 માં જ્યારે ટ્રસ્ટની દિલ્હી ખાતે બેઠક મળી, તેમા ટ્રસ્ટી જે.ડી.પરમારના સુચનને તાત્કાલીક તમામ ટ્રસ્ટીઓએ લીધેલ અને તેના અનુસંધાને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી આઇ આઇ ટી ગાંધીનગરની સહયોગી એવી ભારતની ચાર સંસ્થાના પ્રતિનિધિઓ સોમનાથ આવી અને પ્રભાસ પાટણના સોમનાથ મંદિરના આજુબાજુના  ચાર વિસ્તારમાં જીપીઆર ઇન્વેસ્ટિગેશન સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થળ ગોલોકધામ, બીજી જગ્યા સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ત્રીજુ સ્થળ બુધ્ધ ગુફા ચોથુ સ્થાન સોમનાથ મંદિરનું પરિસર. જયાંથી મંદિરમાં જવા માટે પ્રવેશ સ્થળ છે તે જગ્યા આમ સોમનાથ ચાર સ્થળોએ પુરાતત્વ  સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો આકિયોલોજીકલનો સંશોધન  32 પાનનો નકશા સાથેનો રીપોર્ટ 2017 માં સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવ્યો છે.

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી ગાંધીનગર અને ભારતની  આઇઆઇટી એવી ચાર સંસ્થાના નિષ્ણાંતો આશરે પાંચ કરોડની કિંમતના મોટા મશીનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રી રોકાણ કરી સાઇડ લે આઉટ પ્લાન તૈયાર કરી સર્વ કરી. જે સ્થળોએ 2 મીટર થી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે છે તેના પરથી નિષ્ણાંત પોતાના અભિપ્રાય આપે છે તેના પરથી રીપોર્ટ તૈયાર થાય છે. આ રીપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથમાં આવેલ ગૌલકધામમાં આવેલ ગીતામંદિરના આગળ ભાગમાં હિરણનદી કાંઠે સર્વ કરી જણાવેલ છે કે, ત્યાં ભુગર્ભ મા પાકુ બાંધકામ છે. બીજી જગ્યા સર્વ કરેલ જેમાં સોમનાથ મંદિર મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે જ્યાં જુનો કોઠાર નામે બાંધકામ હતું. જે દુર કરવામાં આવેલું છે ત્યાં ભુમિમા શું હતું તે સંશોધન માટે જીપીઆર મશીન દ્વારા જોતા નિષ્ણાતોનો અભિપ્રાય છે ત્યાં ભુગર્ભમાં ત્રણ માળ કરતા વધારે બાંધકામ હોય શકે. અઢી મીટરનો એક માળ બીજો પાંચ મીટર બીજો માળ અને ત્રીજો સાડાસાત મીટર એમ  ત્રણ માળાનું બાંધકામ આધુનીક મશીનની ક્ષમતા પ્રમાણે જોવા મળ્યુ.

જ્યારે સાઇડ ત્રણમાં સોમનાથ પ્રવેશ પોલીસ ચોકી જ્યાંથી મંદિરની અંદરે પ્રવેશ થાય છે ત્યાં L આકાર નુ બાંધકામ ભુગર્ભમાં જોવા મળ્યું છે. સાઇડ ચાર કે જે ત્રિવેણી સંગમ જતા રોડ પાસે બુધ્ધ ગુફા આવેલ છે ત્યાં રીપોર્ટ પ્રમાણે ભુગર્ભમા એક સ્થળેથી બીજા સ્થળે જવાનું ગુફા હોવાનુ સંભવ છે તો એજ જગ્યાએ ધાતુની કોઇ મૃતિ અથવા ધાતુ હોવાના વાઇબ્રેશન આવતા હોવાથી ધાતુની બુધ્ધની પ્રતિમા એવા કોઇ બીજા સાધનો મળે તેવી શક્યતા છે.

સોમનાથ મંદીર તેમજ પ્રભાસ પાટણમાં અનેક એવા ઐતીહાસીક સ્થળો છે. જ્યાં પુરાતત્વ વિભાગ ધ્યાન આપે તો ઐતીહાસીક ધરોહરનો ખજાનો નીકળી શકે. જેમ કે પ્રભાસમાં સુર્યનારાયણની બાર કળાના 12 મંદીર હતા. જેમાંથી માત્ર એક જ મંદીર હાલ હયાત છે. હીંગળાજ માતાજી ની ગુફા જેવા અનેક સ્થળો છે.આ સંસ્થાના નિષ્ણાતોએ પોતાના સંશોધન નિષ્પક્ષ આપી અને સોમનાથ ટ્રસ્ટને જે રીપોર્ટ આપવામાં આવ્યો છે. જે ધણો મહત્વ છે. જો આ પુરાતત્વ દ્વારા  ખોદકામ કરવામાં આવે તો તે મહત્ત્વનો ઇતિહાસિક સામગ્રી પ્રાપ્ત થઇ શકે તેમ છે, પરંતુ આ રીપોર્ટ આપ્યો એને ત્રણ ત્રણ વર્શ વીત્યા બાદ પણ હજુ સુધી કોઇ કામ હાથ ધરવામાં આવેલ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news