70th Republic Day: ગણતંત્ર દિવસની પરેડ હશે ખાસ, 22 ઝાંખીઓમાં જોવા મળશે દેશભક્તિ
ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાજપથ પર યોજનાર પરેડનું મુખ્ય આકર્ષણોમાં 58 જનજાતીય અતિથિ, જુદા-જુદા રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોની 22 ઝાંખીઓ તથા જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: આ વર્ષના ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાજપથ પર યોજનાર પરેડનું મુખ્ય આકર્ષણોમાં 58 જનજાતીય અતિથિ, જુદા-જુદા રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોની 22 ઝાંખીઓ તથા જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. શનિવારે ગણતંત્ર દિવસ પર આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા મુખ્ય અતિથિ હશે. ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતી પર શહીદોને પુષ્પચક્ર અર્પણ કરશે.
ગુહ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે ગણતંત્ર દિવસ પર જુદા-જુદા રાજ્યોની ઝાંખીની સાથે સાંસ્કૃતિક, એએતિહાસિક અને વિકાસ પર આધારિત કેન્દ્ર સરકારના વિભાગોની ઝાંખી પહેડનો ભાગ હશે. સાંસ્કૃતિક વિષય પર આધારિત કેટલીક ઝાંખીઓ માટે લોક નૃત્ય પણ હશે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા 26 બાળકો પણ ખુલ્લી જીપમાં બેસીને ઝાંખીનો ભાગ બનશે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડનો સમય લગભગ 90 મિનિટ હશે.
11 વર્ષ બાદ CISF
મહાત્મા ગાંધીની ‘સમાધિ’નો સુરક્ષા કવચ પૂરું પાડનાર કેન્દ્રીય અર્ધ સૈનિક દળ સીઆઇએસએફની ઝાંખી પણ આ વખતે 11 વર્ષના અંતરાલ બાદ ગણતંત્ર દિવસ પર પરેડમાં ભાગ લઇ રહી છે. દળની ઝાંખીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર સુરક્ષામાં તૈનાત જવાનોને દેખાડવામાં આવશે. કેન્દ્રીય અર્ધ સૈનિક દળના જવના દેશની પ્રમુખ સંસ્થાઓની સુરક્ષામાં તૈનાત રહે છે. લગભગ 1.70 લાખ કર્મચારીઓવાળા આ કેન્દ્રીય અર્ધસૈનિક દળ તેમની સ્વર્ણ જંયતી ઉજવી રહ્યું છે.
રેલવેની ઝાંખી (ફોટો સાભાર: IANS)
3 વર્ષ બાદ રેલવે લેશે ભાગ
ભારતીય રેલવે ત્રણ વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડમાં તેમની ઝાંખી પ્રસ્તુત કરશે. આ ઝાંખીમાં ‘મોહનદાસ કરમચંદ ગાંધીના મહાત્મા ગાંધી બન્યાને દર્શાવવાની સાથે સાથે બુલેટ ટ્રેન અને ટ્રેન-18ને દર્શાવવામાં આવશે. રેલવે મંત્રાલયે શુક્રવારે એક નિવેદન આપતા આ જાણકારી આપી હતી.’
પ્રથમ વખત આઝાદ હિંદ ફૌજના સૈનિક
પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફૌજના સૈનિક સામેલ થશે. આઝાદીના 71 વર્ષ બાદ આઝાદ હિંદ ફૌજને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફૌજે બ્રિટનના સમ્રાટની સામે વિદ્રોહ કર્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના વીર સૈનિક પરેડ કરશે.
દિલ્હીમાં કડક સુરક્ષા
ગણતંત્ર દિવસ પરેડને ધ્યાનમાં રાખી રાજપથથી લઇને લાલકિલ્લા સુધીના 8 કિલોમીટરના પરેડ માર્ગ પર કડક સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતથી મહત્વપૂર્ણ સ્થળો પર મહિલા કમાન્ડો, ચોક્કસ પ્રહાર કરનારી ટીમો, એન્ટી એરક્રાફ્ટ તોપ અને શાર્પ શૂટર તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પરાક્રમ વાહનો વ્યૂહાત્મક સ્થળોનું પેટ્રોલિંગ કરી રહ્યાં છે. તેથી સુરક્ષામાં કોઈ ચૂક થાય નથી. આ વાહનોમાં એનએસજી પ્રશિક્ષિત કમાન્ડોઝ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે