કોરોનાથી બચવા આ જરૂર વાંચો: ઉતરાખંડને કોરોના વાયરસથી બચાવી રહી છે આયુર્વેદિક કીટ

ઉત્તરાખંડમાં સતત કોરોના વાયરસનાં દર્દીઓનો રિકવરી રેટ વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલ આયુર્વિજ્ઞાન વિભાગની સાથે મળીને કામ કરી રહ્યું છે. આયુર્વેદ વિભાગ 5 લાખ લોકોને આયુષ કિટ આપવાનું આયોજન કરી રહી છે. આયુર્વેદ પોતાનાં આ મંત્ર દ્વારા લોકોને કોરોના વાયરસ સહિત બીજી બિમારીઓથી બચાવવામાં યોગદાન આપી રહ્યું છે.

કોરોનાથી બચવા આ જરૂર વાંચો: ઉતરાખંડને કોરોના વાયરસથી બચાવી રહી છે આયુર્વેદિક કીટ

દેહરાદૂન : ઉત્તરાખંડમાં સતત કોરોના વાયરસનાં દર્દીઓનો રિકવરી રેટ વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલ આયુર્વિજ્ઞાન વિભાગની સાથે મળીને કામ કરી રહ્યું છે. આયુર્વેદ વિભાગ 5 લાખ લોકોને આયુષ કિટ આપવાનું આયોજન કરી રહી છે. આયુર્વેદ પોતાનાં આ મંત્ર દ્વારા લોકોને કોરોના વાયરસ સહિત બીજી બિમારીઓથી બચાવવામાં યોગદાન આપી રહ્યું છે.

રોગપ્રતિકારક ક્ષમતા વધારી રહ્યા છે આયુર્વેદ મંત્ર
અપર સચિવ આનંદ સ્વરૂપનું કહેવું છે કે, લોકોની ઇમ્યુનિટી વધારવા માટે આયુષ કિટ વહેંચવામા આવી રહી છે. તેમનું કહેવું છે કે, તેના કારણે લોકોની તબિયતમાં સુધારો આવશે. તેઓ કોરોના સાથે સાથે બીજી બિમારીઓથી પણ દુર રહેશે. આયુર્વેદ વિભાગ પોતાનાં કામમાં લાગેલું છે અને સતત આયુષ કિટ બનાવી રહ્યું છે. આયુર્વેદ વિભાગ ઇમ્યુનિટી બૂસ્ટર કિટને 5 લાખ લોકો સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યું છે, જેથી ઉતરાખંડમાં દર્દીઓની સંખ્યા ઘટાડી શકાય. 

આયુષ કિટમાં શું અપાઇ રહ્યું છે?
કોરોના મહામારી સામે લડવા માટે આયુર્વેદ વિભાગ તરફથી બનાવાઇ રહેલી આયુષ કિટમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા ખાસ પ્રકારનો ઉકાળો, આયુર્વેદિક ગોળીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હળદરવાળું ગરમ દુધ અને ગરમ પાણી પણ પીવાની સલાહ આપવામાં આવી રહી છે. આયુષ કિટને કોરોના વોરિયર્સ સુધી સૌથી પહેલા પહોંચાડવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news