Corona Update: દેશમાં વળી પાછા નવા કેસ અને મૃત્યુમાં થયો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

સતત ઘટાડા બાદ આજે કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. મૃત્યુઆંકમાં વધારો થયો છે. 

Corona Update: દેશમાં વળી પાછા નવા કેસ અને મૃત્યુમાં થયો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: સતત ઘટાડા બાદ આજે કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. મૃત્યુઆંકમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1,358 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા 42,640 દર્દીઓ નોંધાયા હતા અને 1,167 દર્દીઓના કોરોનાથી જીવ ગયા હતા. 

નવા કેસ વળી પાછા વધ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,848 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,00,28,709 થઈ ગયો છે. એક દિવસમાં 68,817 દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,89,94,855 થઈ છે. હાલ 6,43,194 દર્દીઓ સારવાર હેઠળ છે. 

Total cases: 3,00,28,709
Total discharges: 2,89,94,855
Death toll: 3,90,660
Active cases: 6,43,194 pic.twitter.com/DAkwqQXREF

— ANI (@ANI) June 23, 2021

મૃત્યુના આંકડામાં પણ વધારો નોંધાયો
ગઈ કાલે જાહેર થયેલા આંકડા કરતા મૃત્યુનો આંકડો આજે વધ્યો છે. સરકારી આંકડા મુજબ એક દિવસમાં 1,358 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે જે આંકડા જાહેર થયા હતા તે મુજબ એક દિવસમાં 1,167 લોકોના કોરોનાથી મોત થયા હતા. એટલે કે આજે જાહેર થયેલા આંકડા મુજબ મૃત્યુમાં વધારો થયો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,90,660 પર પહોંચી ગયો છે. 

— ANI (@ANI) June 23, 2021

રિકવરી રેટ 96 ટકા ઉપર
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આજે 82 દિવસ બાદ એક્ટિવ કેસનો આંકડો 6,43,194 પર પહોંચ્યો છે. રિકવરી રેટ હાલ વધીને 96.56% થયો છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 2.67% છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news