Corona Update: કોરોનાના નવા કેસમાં મામૂલી ઘટાડો, પણ મૃત્યુમાં ચોંકાવનારો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના (Corona) ની સ્થિતિ પાછી ચિંતાજનક જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Corona Update: કોરોનાના નવા કેસમાં મામૂલી ઘટાડો, પણ મૃત્યુમાં ચોંકાવનારો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

Corona Update: દેશમાં કોરોના (Corona) ની સ્થિતિ પાછી ચિંતાજનક જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 911 લોકોના કોરોનાથી જીવ ગયા છે. ગઈ કાલે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા હતા. જ્યારે 817 લોકોના કોરોનાથી મોત થયા હતા. 

એક દિવસમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,393 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,07,52,950 પર પહોંચ્યો છે. એક દિવસમાં 44,459 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,98,88,284 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,58,727 લોકો સારવાર હેઠળ છે. 

Total cases: 3,07,52,950
Total recoveries: 2,98,88,284
Active cases: 4,58,727
Death toll: 4,05,939

Total vaccinated: 36,89,91,222 (40,23,173 in last 24 hrs) pic.twitter.com/mjo2HgtgZg

— ANI (@ANI) July 9, 2021

એક દિવસમાં મૃત્યુનો આંકડો વધ્યો
કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 911 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ 4,05,939 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

રસીના 36,89,91,222 ડોઝ અપાયા
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 36,89,91,222 ડોઝ અપાયા છે. જેમાંથી 40,23,173 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

— ANI (@ANI) July 9, 2021

ગુરુવારે દેશભરમાંથી 17 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના 17,90,708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો હવે 42,70,16,605 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news