દેશ કોરોનાની નાગચૂડમાં, તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 20 હજારથી વધુ કેસ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં વધતો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 20,903 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 6,25,544 થયો છે. એક જ દિવસમાં કોરોનાના કારણે દેશમાં 379 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હાલ કોરોનાના 2,27,439 એક્ટિવ કેસ છે જ્યારે 3,79,892 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 18213 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
India reports 379 deaths and highest single-day spike of 20,903 new #COVID19 cases in the last 24 hours. Positive cases stand at 6,25,544 including 2,27,439 active cases, 3,79,892 cured/discharged/migrated & 18213 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/tFL7lwp11i
— ANI (@ANI) July 3, 2020
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ
દેશમાં સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 186626 કેસ નોંધાયા છે જ્યારે 8178 લોકોએ જીવ ગુમાવ્યાં છે. હાલ રાજ્યમાં 77276 એક્ટિવ કેસ છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના 98392 કુલ કેસ છે અને 1321 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. દિલ્હીમાં કોરોનાના કુલ 92175 કેસ છે. જ્યારે 2864 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
વિશ્વભરમાં કોરોનાના કુલ 1,09,85,656 કેસ
કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 1,09,85,656 કેસ નોંધાયા છે જ્યારે 5,24,088 લોકોના મૃત્યુ થયા છે. જો કે 6,140,827 લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ કોરોનાનો પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. જ્યાં અત્યાર સુધીમાં 28,37,189 કોરોનાના કેસ નોંધાયા છે અને 1,31,485 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે બ્રાઝિલ આવે છે જ્યાં કોરોનાના 1,501,353 કેસ છે. ત્રીજા નંબરે રશિયા અને ચોથા નંબરે ભારત આવે છે જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે