Corona Update: દેશમાં કોરોનાની સુનામી, એક જ દિવસમાં 3.49 લાખથી વધુ કેસ
દેશમાં કોરોના (Corona Virus) ની લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી રહી છે. દૈનિક કેસના આંકડામાં તો ભારતે હવે અમેરિકાને પણ પાછળ હડસેલી દીધુ છે. હાલાત પર કાબૂ મેળવવા માટે અનેક રાજ્યોમાં લોડાઉન અને નાઈટ કર્ફ્યૂ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3.49 લાખથી વધુ કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ની લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી રહી છે. દૈનિક કેસના આંકડામાં તો ભારતે હવે અમેરિકાને પણ પાછળ હડસેલી દીધુ છે. હાલાત પર કાબૂ મેળવવા માટે અનેક રાજ્યોમાં લોડાઉન અને નાઈટ કર્ફ્યૂ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3.49 લાખથી વધુ કેસ નોંધાયા છે.
એક જ દિવસમાં નવા 3.49 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 3,49,691 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,69,60,172 પર પહોંચ્યો છે. જેમાંથી 1,40,85,110 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 26,82,751 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 2767 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,92,311 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 14,09,16,417 લોકોને રસી આપવામાં આવી છે.
India reports 3,49,691 new #COVID19 cases, 2,767 deaths and 2,17,113 discharges in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,69,60,172
Total recoveries: 1,40,85,110
Death toll: 1,92,311
Active cases: 26,82,751
Total vaccination: 14,09,16,417 pic.twitter.com/HuTqfJSx2b
— ANI (@ANI) April 25, 2021
દિલ્હીમાં વધી શકે છે લોકડાઉન
દિલ્હીમાં 6 દિવસનું લોકડાઉન લાગેલુ હતું તેની સમય મર્યાદા આવતી કાલે એટલે કે સોમવારે સવારે 5 વાગે પૂરી થઈ રહી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર જરાય ઓછો થતો જોવા મળતો નથી ગત દિવસોની સરખામણીમાં તે વધીને હવે 32 ટકા પર પહોંચી ગયો છે. જેના કારણે સરકાર એક અઠવાડિયાનું લોકડાઉન વધારી શકે છે. રાજધાનીના 70 ટકા વેપારીઓ લોકડાઉનને 26 એપ્રિલથી આગળ વધારવાના પક્ષમાં છે. આ બધા વચ્ચે દિલ્હી સરકારના એક અધિકારીના હવાલે હિન્દુસ્તાન ટાઈમ્સે જણાવ્યું છે કે DDMA દ્વારા રવિવારે લોકડાઉન આગળ વધારવાનો આદેશ બહાર પાડવામાં આવશે.
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા એક લાખ નજીક પહોંચી રહી છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 32.27% છે. હાલ 93,080 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બગડી
ગુજરાતમાં શનિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એક જ દિવસમાં નવા 14097 કેસ નોંધાયા છે. જ્યારે 152 દર્દીના મોત થયા છે. 6479 દર્દીઓ રિકવર થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 5683 નોંધાયા છે. સુરતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 2686 દર્દી નોંધાયા છે.
Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે