Corona Update: કોરોનાના નવા કેસ અને મોતના આંકડામાં ચિંતાજનક વધારો, જાણો લેટેસ્ટ અપડેટ
ગઈ કાલે દેશમાં 27,176 કોરોના દર્દીઓ નોંધાયા હતા. જેને જોતા દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 12.5 ટકાનો વધારો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 12.5 ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે. આ સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ નવા 30 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે.
30 હજારથી વધુ નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 30,570 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 3,33,47,325 પર પહોંચી છે. એક દિવસમાં જો કે 38,303 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,25,60,474 થઈ છે. રિકવરી રેટની વાત કરીએ તો હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.64 ટકા થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 1.93 ટકા છે અને ડેઈલી પોઝિટિવિટી રેટ 1.94 ટકા છે જે છેલ્લા 17 દિવસથી 3 ટકા નીચે જળવાઈ રહ્યો છે.
ગઈ કાલે દેશમાં 27,176 કોરોના દર્દીઓ નોંધાયા હતા. જેને જોતા દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 12.5 ટકાનો વધારો નોંધાયો છે. કેરળની વાત કરીએ તો કેરળમાં કુલ નોંધાયેલા કેસમાંથી 17,681 કેસ નોંધાયા છે. જ્યારે 208 લોકોના કોરોનાથી એક દિવસમાં મૃત્યુ થયા છે.
Of 30,570 new #COVID19 cases and 431 deaths reported in the last 24 hours in India, Kerala recorded 17,681 COVID cases and 208 deaths, yesterday.
— ANI (@ANI) September 16, 2021
એક દિવસમાં 400થી વધુ દર્દીના મોત
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 431 દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4,43,928 થઈ છે. દેશમાં હાલ 3,42,923 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલ કરતા મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. ગઈ કાલે 284 મોત નોંધાયા હતા જ્યારે આજે એક દિવસમાં થયેલા મોતનો આંકડો 431 પર પહોંચ્યો છે.
64 લાખથી વધુ કોરોના રસીના ડોઝ
કોરોનાના પ્રકોપને ખાળવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 76,57,17,137 ડોઝ અપાયા છે. જેમાંથી 64,51,423 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે