Corona Update: તહેવારો નજીક...કોરોનાના નવા કેસમાં ચિંતાજનક ઉછાળો, જાણો લેટેસ્ટ અપડેટ
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં વળી પાછો વધારો નોંધાયો છે. આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 26 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા 13.6 ટકા વધારે છે. એક દિવસમાં 277 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
કોરોનાના નવા 26 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,727 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,37,66,707 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 2,75,224 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 28,246 લોકો રિકવર પણ થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,30,43,144 પર પહોંચી ગઈ છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.86% થયો છે.
એક દિવસમાં 277 લોકોના મૃત્યુ
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 277 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો હવે 4,48,339 પર પહોંચી ગયો છે. દેશમાં વીકલી પોઝિટિવિટી રેટ 1.70 ટકા છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 1.76 ટકા છે જે છેલ્લા 32 દિવસથી 3 ટકા નીચે જળવાઈ રહ્યો છે.
India reports 26,727 new #COVID19 cases, 28,246 recoveries & 277 deaths in last 24 hours, as per Union Health Ministry
Active cases: 2,75,224
Total cases: 3,37,66,707
Total recoveries: 3,30,43,144
Death toll: 4,48,339
Total vaccination: 89,02,08,007 (64,40,451 in last 24 hrs) pic.twitter.com/lFTcgLWgh6
— ANI (@ANI) October 1, 2021
64 લાખથી વધુ રસીના ડોઝ અપાયા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 89,02,08,007 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 64,40,451 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા છે.
15 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં 57,04,77,338 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15,20,899 ટેસ્ટ ગઈ કાલે કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે