મુંબઈનો આ Video સોશિયલ મીડિયામાં થયો ખુબ વાયરલ, જોઈને સ્તબ્ધ થશો, આવું કોઈ કેવી રીતે કરી શકે?
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અંધેરી વિસ્તારનો છે. હાલ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કારના બોનેટ પર ટ્રાફિક પોલીસનો હવલદાર બેઠો છે. પરંતુ તેની પાછળની કહાની શું છે તે ખાસ જાણો.
વાત જાણે એમ છે કે કારના બોનેટ પર બેઠેલા હવલદારે ચેકિંગ માટે ગાડી થોભવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલક કાર થોભવાની જગ્યાએ ભગાડવા લાગ્યો. કાર રોકવા માટે ટ્રાફિક હવલદાર કારના બોનેટ પર જઈને બેસી ગયો. હવલદારે કાર સવારને બહાર નીકળવાનું કહ્યું પરંતુ તે કારમાંથી બહાર નીકળ્યો નહીં અને તક મળતા જ ભાગવા લાગ્યો.
#ViralVideo : मुंबई के अंधेरी का वीडियो सोशल मीडिया पर वायरल, कार के बोनट पर बैठा ट्रैफिक हवलदार #MumbaiVideo #TrafficPolice #SocialMedia
अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/Ze65D1szC4
— Zee News (@ZeeNews) October 1, 2021
આ દરમિયાન બોનેટ પર બેઠેલો ટ્રાફિક હવલદાર થોડી દૂર સુધી કાર સાથે ગયો પરંતુ આગળ જઈને નીચે પડી ગયો. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ કાર પર બેઠેલા હવલદારનું નામ વિજય સિંહ ગુરવ છે. વિજય સિંહ પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો પરંતુ કાર ચાલક ગાડી રોકવાની જગ્યાએ ગુરવને પાડીને ભાગી ગયો.
इसे कहते हैं उल्टा चोर कोतवाल को डांटे...अंधेरी में एक कार चालक को ट्राफिक नियम तोड़ने पर पुलिस ने टोका तो देखिए क्या किया...गनीमत रही सिपाही विजय गुरव सुरक्षित हैं।
तुर्रा ये कि महाशय ने खुद को पत्रकार बताया..पक्का फर्जी होगा।@MumbaiPolice pic.twitter.com/4Aov0Cu5km
— sunilkumar singh (@sunilcredible) September 30, 2021
કેસ નોંધાયો
આ ઘટના બાદ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ આઈપીસીની કલમ 353, 279, 336 સાથે 184 હેઠળ મામલો દાખલ કર્યો છે. આ સાથે જ આરોપી કાર ચાલકની અટકાયત પણ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે