Corona Update: દેશભરમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર!, નવા કેસમાં સતત ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ
ભારતમાં કોરોના (Corona Virus) ના નવા કેસમાં અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) ના નવા કેસમાં અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 1.65 લાખ નવા કેસ નોંધાયા છે જ્યારે 3400થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.65 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,65,553 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,78,94,800 થયો છે. જેમાંથી 21,14,508 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,76,309 લોકો કોરોનાથી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા લોકોનો આંકડો 2,54,54,320 થયો છે. 24 કલાકમાં 3460 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 3,25,972 થયો છે.
India reports 1,65,553 new #COVID19 cases, 2,76,309 discharges & 3,460 deaths in last 24 hrs, as per Health Ministry
Total cases: 2,78,94,800
Total discharges: 2,54,54,320
Death toll: 3,25,972
Active cases: 21,14,508
Total vaccination: 21,20,66,614 pic.twitter.com/ARidVHcqv7
— ANI (@ANI) May 30, 2021
આ અગાઉ શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.73 લાખ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3517 લોકોના કોરોનાથી મૃત્યુ થયા.
રસીને કોરોના સામેની જંગમાં સૌથી મહત્વનું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 21,20,66,614 રસીના ડોઝ અપાયા છે.
#COVID19 | A total of 34,31,83,748 samples tested up to May 29. Of which, 20,63,839 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/TJYVp1YQ81
— ANI (@ANI) May 30, 2021
શનિવારે 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી કુલ 20,63,839 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 34,31,83,748 પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે