કરતારપુર સાહિબના દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર લેવાના પાક.ના નિર્ણયનો વિરોધ

સૂત્રો અનુસાર, આ બેઠકમાં ભારતની સીઆરપીએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે સંદેશાવ્યવહારની એક સીધી રેખા સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદ સુધી 4 લેન હાઈવે બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સાથે જ રાવી નદી પર બંને બાજુએ પુલ બનાવવાનો અને ક્રોસિંગ પોઈન્ટ માટે અત્યારે એક સર્વિસ લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે. 

કરતારપુર સાહિબના દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર લેવાના પાક.ના નિર્ણયનો વિરોધ

નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાન વચ્ચે વાટાઘાટોનો ત્રીજો તબક્કો પૂર્ણ થયો છે. આ બેઠકમાં અધિકારીઓ વચ્ચે અનેક મુદ્દે સહમતિ સાધવામાં આવી છે. જોકે, બે મુદ્દે પાકિસ્તાન સાથે સહમતિ સાધી શકાઈ નથી. નવા સમાધાન અનુસાર હવે શ્રદ્ધાળુઓ વગર વિઝાએ કરતાપુર સાહિબના દર્શન કરી શકશે. દરરોજ 5000 શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની મંજુરી આપવામાં આવશે. ભારતીય મુળના એ લોકો કે જેમની પાસે ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઈન્ડિયા કાર્ડ છે, તેઓ પણ કરતારપુર સાહિબના દર્શન માટે આવ-જા કરી શકશે. 

ભારતે જે બાબતે વાંધો ઉઠાવાયો છે તે પાકિસ્તાન તરફથી યાત્રા માટે લાગુ કરવામાં આવેલી ફી છે. આ અંગે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે સહમતિ સધાઈ નથી. પાકિસ્તાન દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી સર્વિસ ફી પેટે 20 ડોલર લેવાની માગ કરાઈ છે. સાથે જ પ્રોટોકોલ અધિકારીઓને શ્રદ્ધાળુઓની સાથે મોકલવાના નિર્ણય પર પણ સર્વસંમતિ સાધી શકાઈ નથી. ભારતે પાકિસ્તાનને જણાવ્યું કે, આ એક પબ્લિક પ્રોજેક્ટ છે અને તેના માટે આટલી બધી ફી લેવી યોગ્ય નથી. 

करतारपुर साहिब के दर्शन के लिए पाकिस्तान श्रद्धालुओं से वसूलेगा 1400 रुपए

સૂત્રો અનુસાર, આ બેઠકમાં ભારતની સીઆરપીએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે સંદેશાવ્યવહારની એક સીધી રેખા સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદ સુધી 4 લેન હાઈવે બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સાથે જ રાવી નદી પર બંને બાજુએ પુલ બનાવવાનો અને ક્રોસિંગ પોઈન્ટ માટે અત્યારે એક સર્વિસ લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે. 

ભારતે જણાવ્યું કે, 19 ઓક્ટોબર સુધી ભારતમાં કોરિડોરનું કામ પુરું કરી લેવામાં આવશે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં હાઈવેનું નિર્માણકાર્ય પણ પુરું કરી લેવાશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news